સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા જોડાયા પોરબંદરઃ લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી 7 મેના રોજ છે. દરેક રાજકીય પક્ષ, ઉમેદવાર અને નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા પણ સામેલ છે. તેઓ અત્યારે ચૂંટણી પ્રચારમાં બહુ વ્યસ્ત છે. જો કે તેમણે વ્યસ્ત સમય પત્રકમાંથી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી. તેઓ પોરબંદર ખાતે સાયકલિંગ કલબ દ્વારા યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા હતા.
પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિયઃ મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની શરૂઆત કરી હતી. તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તેમને સાઈકલ પર સંસદ ભવન આવવું પડશે. માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.
સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા જોડાયા ભવિષ્ય માટે અત્યારે જ પગલાં ભરોઃ પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે. તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું. જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય તો આપણે આજે જ પગલાં ભરવા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન લાઈફ શરૂ કર્યુ છે. આપણે સૌએ તેમાં જોડાઈને પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.
સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા જોડાયા સાયકલિંગ કલબ દ્વારા રેલી યોજાઈઃ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર સાયકલિંગ ક્લબમાં મોટી સંખ્યામાં પોરબંદરના બાળકો યુવાનો સહિત વૃદ્ધો પણ આ ક્લબમાં જોડાયેલ છે. 1 મહિનામાં રવિવારના સમયે સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આજે આ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટોઝ ક્લિક કર્યા, ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા. માંડવિયાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, My little army in action to save the planet.
- આજે વિશ્વ પૃથ્વી દિવસ, પૃથ્વીને નુકશાન એટલે દરેક જીવના અસ્તિત્વને નુકશાન સમાન - Celebration Of World Earth Day
- મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર, 4 જિલ્લાના માલધારીઓએ ભાજપને ટેકો જાહેર કર્યો - Loksabha Election 2024