મેઘરાજાએ વિશ્વ નાળિયેર દિવસની રોનક ફીકી પાડી (ETV Bharat Gujarat) મોરબી :દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ભારત સહિત એશિયા પેસિફિક ક્ષેત્રના કેટલાક દેશોમાં વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. એશિયન પેસેફિક કોકોનટ કલ્ચરે આ દિવસને 2009માં ઉજવવાનું શરુ કર્યું હતું. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નારિયેળના ફાયદા અને મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ભારતના 20 રાજ્યોમાં નાળીયેરીનું ઉત્પાદન લેવામાં આવે છે, જે પૈકી દેશમાં નાળીયેરીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય છઠ્ઠા સ્થાને છે.
વિશ્વ નાળિયેર દિવસ :આજે વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટની વાત કરીએ તો નાળિયેરના વેપારી હનીફભાઈ જણાવે છે કે, જૂની લોટરી બજારમાં, ચોરવાડ બજાર તરીકે ઓળખાતી આ બજારમાં અંદાજે 15 જેટલા વેપારીઓ છે અને રોજની હાલ આઠ ગાડી આવે છે. સીઝન હોય ત્યારે તેની 15 ગાડીઓ આવતી હોય છે. એક ગાડીમાં અંદાજે 2 હજાર નાળિયેર આવે છે, એટલે હાલમાં રાજકોટમાં લગભગ 20,000 થી વધુ નાળિયેરનું વેચાણ થાય છે.
નાળિયેરનો વ્યાપાર :નાળિયેર કુદરતી રીતે પૌષ્ટિક હોવાથી તેની માંગ સતત વધતી રહે છે. અત્યારની વાત કરીએ તો આ વખતે વધુ વરસાદને લીધે કેટલાય વૃક્ષોમાંથી નાળિયેર પડી ગયા છે. જેને લીધે માલની આવક ઓછી છે, તેની સામે માંગ વધારે છે. જેથી નાળિયેરના ભાવમાં પણ વધારો થયો છે. સાથે સાથે વાત કરીએ તો રાજકોટની બજારમાંથી આજુબાજુના 100 કિલોમીટર જેટલા વિસ્તારમાં નાળિયેર મોકલવામાં આવે છે.
નાળિયેરનો ભાવ :હાલ નાળિયેરના ભાવ વાત કરીએ તો અત્યારે રૂપિયા 40 થી લઈ 70 માં નાળિયેર વેચાતાં હોય છે. સામાન્ય રીતે નાળિયેર 20 થી લઈને 40 રૂપિયામાં વેચાતા હોય છે. હાલ માલ ઓછો આવતો હોવાથી વધુ ભાવ છે. આમ જ્યારે નાળિયેરની સિઝન હોય ત્યારે દરરોજની 15 થી વધુ ગાડીઓ રાજકોટમાં નાળિયેરની આવતી હોય છે. રાજકોટમાં વેરાવળ અને માંગરોળ સહીતના એરિયામાંથી નાળિયેર આવતા હોય છે.
- વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ: બાળ મજૂરીની વૈશ્વિક પરિસ્થિતિ શું છે, જાણો
- શા માટે આજે ઉજવાય છે 'રાષ્ટ્રીય ખેલ દિવસ'? જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ…