ભુજમાં ધોમધખતા તાપમાં લોકોને લીંબુ પાણી દ્વારા ઠંડક (ETV Bharat Gujarat) કચ્છ: ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ દરમ્યાન ધ્યાને આવ્યું હતુ કે બજાર ચાવડી વિસ્તારમાં આવતા લોકો માટે પાણી સહિતની કોઇ વ્યવસ્થા નથી. ત્યારે સ્વ ખર્ચે 200 લીટર લીંબુ પાણી તૈયાર કરી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવાનુ કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.
ભુજમાં ધોમધખતા તાપમાં લીંબુ પાણી દ્વારા ઠંડક: આમ તો હાલ કચ્છની સરકારી કચેરી સહિત અનેક જગ્યાએ સેવાભાવીઓ લોકોને ગરમીથી રાહત આપતા માનવતાના કાર્યો કરી રહ્યા છે. ત્યારે ભુજ પોલીસની શી ટીમ પણ તેમા પાછળ રહી નથી. અને 44થી 46 ડિગ્રી જેટલા ધોમધખતા તાપમાં તેઓ ભુજની જૂની શાક માર્કેટના ચાવડી વિસ્તારમાં રાહદારીઓને લીંબુ પાણી પીવડાવી રહ્યા છે.
મહિલા પોલીસ કર્મચારીઓએ લોકોને પીવડાવ્યું લીંબુ પાણી (ETV Bharat Gujarat) અસહ્ય ગરમીમાં સેવાકીય કાર્ય: શી ટીમના મહિલા પોલીસ કર્મચારી શીતલબેન નાઈએ જણાવ્યું હતું કે, ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના શી ટીમના મહિલા કર્મચારીઓ બજાર વિસ્તારમાં પેટ્રોલિંંગ કરતા હતા તે દરમિયાન જોયું કે આવી અસહ્ય ગરમીમાં આ બજાર વિસ્તારમાં કોઈ ઠંડુ કે પાણીની કોઈ વ્યવસ્થા નથી ત્યારે અનુભવ પરથી આ સેવાકીય કાર્ય ચાલુ કર્યું છે.
બજાર ચાવડી વિસ્તાર (ETV Bharat Gujarat) 10 દિવસ સુધી ચાલુ રહેશે સેવા: બજારમાં ધોમધખતા તાપમાં ખરીદી કરવા આવેલ મહિલાને ગરમીના કારણે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. અને જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેઓને ગરમીના કારણે તેમના બ્લડપ્રેશર ઓછા કે વધુ થઈ ગયા હોય તેવું લાગ્યું. ત્યાર બાદ વિચાર આવ્યો કે આ વિસ્તારમાં લીંબુ પાણી પીવડાવવાનું શરુ કરવું જોઈએ. હાલમાં ગરમી હજુ પણ 10 દિવસ સુધી વધારે રહેશે. ત્યારે આગામી 10 દિવસો સુધી લોકોને લીંબુ પાણી અને છાશ જેવા ઠંડા પીણાં સ્વખર્ચે પીવડાવવામાં આવશે. આજે સ્વખર્ચે છે તો કાલે કોઈ દાતા દ્વારા કે કોઈના સહયોગથી આ સેવાકીય પ્રવુતિ ચાલુ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યો છે.
- રાજકોટ અગ્નિકાંડ, ૨૭ મૃતકોની DNA મેચીંગના આધારે ઓળખ, 3 વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ કરનાર સામે FIR - Rajkot TRP Game zone fire mishap
- ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી, માલિકો સામે નોંધાયો ગુનો - game zone in Bardoli