સુરત:ગુરુવારે રાત્રે ચોક બજાર વિસ્તાર ખાતે આવેલા અખંડ આનંદ કોલેજ નજીક નાઈટ ડ્યુટી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જાગૃતિ અને લોકરક્ષક વૈશાલીની નજર એક યુવતી ઉપર પડી જે રસ્તામાં અચાનક જ બેભાન થઈ ગઈ હતી. 22 વર્ષીય યુવતીને બેભાન જોઈ તાત્કાલિક જાગૃતિ અને વૈશાલી ત્યાં પહોંચી ગયા, અને તેને ભાનમાં લાવવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા. યુવતી બેભાન હતી આ માટે તેઓએ યુવતીને સીપીઆર આપ્યું હતું.
રસ્તામાં બેભાન થઈ ગયેલી યુવતીને મહિલા પોલીસકર્મએ સીપીઆર આપી જીવ બચાવ્યો - woman police saved a life - WOMAN POLICE SAVED A LIFE
ચોક બજાર વિસ્તારમાં અચાનક જ મોડી રાત્રે 22 વર્ષિય યુવતી રોડ પર બેભાન થઈ ગઈ હતી. ત્યાં નાઈટ ડ્યુટી કરી રહેલી બે મહિલા પોલીસ કર્મીઓએ યુવતીને જોઈ તાત્કાલિક સીપીઆર આપ્યું હતું. બે મહિલા પોલીસ કર્મચારીઓની સમયસૂચકતા અને સીપીઆરના કારણે યુવતીને સમયસર સારવાર મળી અને તેનું જીવ બચાવી લેવામાં આવ્યું. woman police saved a life
Published : May 17, 2024, 4:07 PM IST
|Updated : May 17, 2024, 4:55 PM IST
પોલીસની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા: યુવતી બેભાન હતી અને હોશમાં નહીં આવતા હેડ કોન્સ્ટેબલ જાગૃતિએ તેમને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યુ હતું. જેના કારણે યુવતી થોડી હોશમાં આવી હતી. આ દરમિયાન ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડીયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને તેઓએ તેમની ગાડીમાં યુવતીને હોસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી. અને સમયસર યુવતી હોસ્પિટલ પહોંચી હતી અને તેનું જીવ બચાવી લેવામાં આવ્યું હતું.
ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું કે,"હેડ કોન્સ્ટેબલ જાગૃતિ અને એલ આર વૈશાલીબેન બંદોબસ્તમાં હતા. તે સમયે તેમની નજર બેભાન થયેલી યુવતી પર પડી, તેઓએ તાત્કાલિક તેમને સીપીઆર આપ્યું હતું. જેથી તેઓ થોડા હોશમાં આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપી હતી. અને હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે."