ગાંધીનગર: પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ 2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) વચ્ચે બે જોડી નવી ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સાબરમતી-બનારસમાં મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન અને ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન: (10 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 5, 9, 14, 18 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.
- તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 6, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
- આ ટ્રેન બન્ને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
- તમને જણાવી દઈએ કે, આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
2. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન: (6 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09421 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 19, 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.
- એ જ રીતે, ટ્રેન નંબર 09422 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 01:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20, 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.
- આ ટ્રેન બંને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
- તમને જણાવી દઈએ કે, આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.