ગુજરાત

gujarat

અમદાવાદ અને ઓખા વચ્ચે દોડશે "જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન", જાણો સંપૂર્ણ માહિતી - Janmashtami Special Train

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 11:25 AM IST

ભારતીય રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ધસારાને ધ્યાને રાખીને ખાસ ટ્રેન દોડાવામાં આવે છે. આગામી સમયમાં આવનાર જન્માષ્ટમીના તહેવારને લઈને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે "જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન" દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

"જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન"
"જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન" (ETV Bharat)

અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ 2 ટ્રિપમાં દોડશે. જેમાં ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25 ઓગસ્ટ, 2024 રવિવારના રોજ અમદાવાદથી સવારે 07:45 કલાકે ઉપડશે તથા એ જ દિવસે સાંજે 5:00 કલાકે ઓખા પહોંચશે.

રીટર્ન ટ્રીપ :આ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 26 ઓગસ્ટ, 2024 સોમવારના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે બપોરે 1:00 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.

બુકિંગ કેવી રીતે કરશો :જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન નંબર 09453/09454 માટે બુકિંગ તારીખ 31 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટરો અને of IRCTC વેબસાઈટ પર શરૂ થશે. ઉપરાંત આ ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી ભારતીય રેલવે વિભાગની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

  1. પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  2. અમદાવાદથી કુડાલ અને મેંગલુરુ વચ્ચે ગણપતિ મહોત્સવ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ABOUT THE AUTHOR

...view details