રાજકોટ :ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે આવેલ ગુરૂકુળમાં રાજકોટની યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચરવા અને ગર્ભપાત કરાવી નાખવાના ચકચારી કેસ મામલે મોટો નિર્ણય સામે આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી આજ સુધી નહીં મળતા પોલીસે અદાલતમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. હવે કોર્ટે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ સ્વામીને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગુરૂકુળમાં દુષ્કર્મનો મામલો : આ કેસની જાણવા મળતી વિગત મુજબ રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખીરસરા ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપદાસે અનેક વખત ખીરસરા બોલાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને ગર્ભ રહી જતા દવા આપી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ બનાવ અંગે પીડિત યુવતીએ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરાર સ્વામી : આ દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મ સ્વરૂપદાસ સ્વામીને પકડવા માટે પોલીસે અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. પરંતુ આરોપી મળી આવતા ન હોય અને વિદેશ નાસી જાય તેવી શંકા હોવાથી પોલીસે અદાલતમાં રિપોર્ટ રજૂ કરી સ્વામીને વોન્ટેડ જાહેર કરવા માંગણી કરી હતી.
આરોપી વોન્ટેડ જાહેર :અદાલતે પોલીસ પેપરના આધારે બળાત્કારના ગુનામાં સંડોવાયેલ સ્વામી ધર્મ સ્વરૂપદાસને વોન્ટેજ જાહેર કર્યા છે. સાથે જ તેની સામે 70 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું છે. આ વોરંટના આધારે પોલીસ દ્વારા દેશના તમામ એરપોર્ટ અને I.B. ને જાણ કરવામાં આવી છે.
બે આરોપી વિરુદ્ધ કાર્યવાહી :બીજી તરફ આ ગુનામાં મદદગારી કરવાના આરોપસર સંડોવાયેલા નારાયણ સ્વરૂપદાસને આગોતરા જામીન મળી ગયા હોવા છતાં પોલીસમાં હાજર થયા નથી. આથી તેમની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અન્ય એક આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.
- લંપટ સ્વામીના આગોતરા જામીન મંજૂર, સંસ્થાના મેનેજરની જામીન અરજી ફગાવાઈ
- સ્વામીનારાયણના સંતોની લંપટ લીલાની અવડી અસર, હોસ્ટેલ થવા લાગી ખાલી