મતદાન મથક પર વૃદ્ધો દિવ્યાંગો માટે સુવિધા કરાઇ છે તાપી : તાપી જિલ્લાના વ્યારાના સિનિયર સિટીઝન્સ ક્લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ચૂંટણી પંચ દ્વારા અપંગ મતદારોને મતદાન મથક પર અપાતી વિશેષ સુવિધાઓ જેવી કે વ્હીલચેરની વ્યવસ્થા, સહાયતાની વ્યવસ્થા અંગે વિકલાંગ અને પુખ્ત વયના લોકોને માહિતી આપી હતી.
મતદાન જાગૃતિ રેલીનું પણ આયોજનઆ મતદારોનેબ્રેઈલ લિપિ, સાંકેતિક ભાષા અને વાહનવ્યવહાર પ્રણાલીની મદદથી સૌને જાગૃત કરવામાં આવ્યા હતાં કે આગામી ચૂંટણીમાં વધુમાં વધુ વિકલાંગ અને વૃદ્ધ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મતદાન કરવાના સંકલ્પ સાથે મતદાન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને ચૂંટણી અધિકારીએ લીલી ઝંડી આપી હતી. જેમાં વ્યારાના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતાં.
અમારામાંથી જે લોકો ચાલી શકતા નથી તેમના માટે ઘરેથી લાવવા માટે વ્હીલચેર અને ગાડીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી અમે સરળતાથી મતદાન કરી શકીશું...સ્વીટી ગામીત (દિવ્યાંગ મતદાર)
મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા ચૂંટણી અધિકારી વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો માટે સ્વીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને 7 મેના રોજ યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં અને દરેક મતદાન મથકની મુલાકાત લઈને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં.
સુવિધાઓની જાણકારી અપાઇ દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે રેમ્પ સુવિધા, સહાયક સુવિધા, વ્હીલચેરની સુવિધા તેમજ બ્રેઇલ લિપિમાં બેલેટ પેપરની ઉપલબ્ધતા વિશે માહિતી આપીને, આ એપ્લિકેશન વધુને વધુ વિકલાંગ લોકોને તેમની જરૂરિયાતના વિષયો માટે નોંધણી કરાવી શકે છે તેની જાણકારી આપવામાં આવી હતી.
- વેરાવળ માછીમાર સમાજ દ્વારા મતદાન માટે અનોખી અપીલ કરાઈ, મધ દરિયે 100 બોટથી 'વોટ' લખવામાં આવ્યું - Loksabha Election 2024
- મતદાન પ્રત્યે કિન્નર સમાજને જાગૃત કરવાનો પ્રયાસ, બહુચરાજીમાં જિલ્લા કલેકટરની રુબરુ મુલાકાત - Lok Sabha Election 2024