ભાવનગર:ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા વિસ્તારોમાં સિંહોનો વસવાટ છે. ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, રેલવે તંત્ર દ્વારા કેટલાક બનાવોને લઈને પુષ્ટિ પણ કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં સિંહને ગાયની જેમ હાંકતો બીટગાર્ડનો વિડિયો અને રાત્રે ટ્રેક ઓળખતો વિડિયોની રેલવે વિભાગે પુષ્ટિ કરી છે. ત્યારે સિંહને ગાયની જેમ હંકારતા ફોરેસ્ટ ગાર્ડને જોઇને તમે પણ કહેશો કે, 'મરદનું ફાડિયું'.
લીલીયા સ્ટેશન પાસેનો સિંહને હંકારતો વીડિયો: ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગર નજીકના લીલીયા સ્ટેશનના ગેટ નજીક સિંહને એક શખ્સ હાકી રહ્યો છે. જો કે, ગાયની જેમ સિંહને લાકડીની સોટી લઈને હાંકતો શખ્સ ફોરેસ્ટ વિભાગમાં બીટગાર્ડનો કર્મચારી છે. આ બનાવને લઈને રેલવેના PRO શંભુજીએ ETV BHARATને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, દામનગર લીલીયા સ્ટેશન નજીક ગેટ પાસે બપોરે 3:00 કલાકે LC 31 દામનગર ગેટ પાસે ટ્રેક સિંહ ઓળંગી રહ્યો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખસેડ્યો હતો. આ વિડીયો 6 જાન્યુઆરીનો હોવાનો જાણવા મળી રહ્યું છે.
શું કહ્યું રેલ્વેના ગેટમેને: દામનગરના લીલીયા સ્ટેશન ગેટ નજીકના વીડિયોને પગલે ETV BHARATએ ગેટ LC 31ના ગેટમેન જશવંત સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, હું રેલ્વે વિભાગમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરુ છું. સિંહના અવાજ સંભળાતા હતા. પરંતુ સિંહ ક્યારેય જોવા મળતા નહોતા. જો કે, વન વિભાગના કર્મચારીઓ આવીને પણ પૂંછતા બતા. પરંતુ ગત 6 જાન્યુઆરીના રોજ બપોરના 3:00 વાગે વન વિભાગના કર્મચારીએ આવીને પૂંછ્યું કે, અહીં સિંહ છે. તો મેં કર્મચારીને કહ્યું કે, સિંહને ટ્રેક પરથી ખસેડો જેથી કર્મચારીએ એ સિંહને ખસેડ્યો હતો. રાત્રિ દરમિયાન સિંહના અવાજો તો સંભળાય છે. પરંતુ મેં માત્ર એક જ સિંહ જોયો છે.