સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગરનું જિલ્લાનું વઢવાણ તેના વઢવાણી મરચા માટે જાણીતું છે, એમાં પણ વઢવાણી રાયતા મરચાનું નામ આવે તો જ મોઢામાં પાણી આવી જાય, હાલ સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં ધમધોકાર વણવાણી રાયતા મરચા બનાવવાનું અને વેચાણનું કામ થઈ રહ્યું છે. આ મરચાની માંગ વધતા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને સાત સમુંદર પાર વિદેશ સુધી આ વઢવાણી રાયતા મરચાના સ્વાદની સોડમ પ્રસરી છે.
8થી 10 હજાર કિલો રાયતા મરચાનું ઉત્પાદન
વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે, વઢવાણના રાયતા મરચાની દર વર્ષે ખુબ માંગ રહે છે. ત્યારે વઢવાણની બહેનો દ્વારા સંચાલિત વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં દર વર્ષે સીઝનના 8 હજાર થી લઈને 10 હજાર કિલો જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે, સંસ્થાના સંચાલક પન્નાબેન કહે છે કે, આ રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધીની હોય છે. આથી તેમની ટીમ દ્વારા હાલ રાયતા મરચા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દેશ-વિદેશમાં પ્રસરી વઢવાણી રાયતા મરચાના સ્વાદની સોડમ (Etv Bharat Gujarat) ગુજરાત સહિત દેશ-વિદેશમાં રાયતા મરચાની સપ્લાઈ
વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લએ વધુમાં જણાવ્યુ કે, તેમના ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષ દરમિયાન અલગ-અલગ પ્રોડક્ટ જેવીકે ખાખરા, પાપડ, અથાણા સહિતની વસ્તુઓ બનાવાય છે. પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ મરચાનું ગુજરાત સહિત દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યોમાં વેચાણ કરવામા આવે છે.
ક્વોલીટી અને પ્રિઝર્વેશન પેકીંગ પર અપાઈ છે ખાસ ધ્યાન (Etv Bharat Gujarat) ક્વોલીટી અને પ્રિઝર્વેશન પેકીંગ પર ખાસ ધ્યાન
આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા કારણે વિદેશમાં પણ વસતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ, સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે. જે 12 માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પ્રિઝર્વેશન પેકીંગ પણ કરવામાં આવે છે. વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પ્રિઝર્વેશન પેકીંગ પર ખાસ ધ્યાન અપાયુ છે. વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સયમ સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે. જ્યારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે અને 12 માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે.
50 થી 70 જેટલી મહિલાઓ મેળવી રહી છે રોજગારી (Etv Bharat Gujarat) મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
આ ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક પગભર બનાવવા પ્રયાસ વર્ધમાન ગૃહ ઉધોગના આ રાયતા મરચાના ગૃહ ઉધોગ થકી 50 થી 100 જેટલી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે. આ મહિલાઓ પોતાના ઘરકામ પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના 350 થી 500 જેટલા રૂપીયા કમાય છે.
આ ગૃહ ઉદ્યોગમાં કામ કરીને દરોજ્જના 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું મહેનતાણું મેળવી રહી છે. જ્યારે સંસ્થા તરફથી એવી જરૂરીયાતમંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે અને તેમને તથા તેમના બાળકોના આરોગ્ય અને બાળકોના અભ્યાસ માટે આ સંસ્થા કાર્ય કરે છે.
- મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું કેવી રીતે બને છે? એક ખાસ વનસ્પતિ બદલી નાખે છે આખા માટલાનો ટેસ્ટ
- કાઠીયાવાડી "બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો", સ્વાદ પ્રેમીઓનો મનપસંદ શિયાળુ ખોરાક