ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકને કરાયા ફરજ મોકૂફ - Valsad District Collector

વલસાડ જિલ્લાના તત્કાલીન કલેકટર આયુષ ઓકને તેમની ફરજ પ્રત્યે બેદરકાર રહેવા અને તેઓ જે સમયે સુરતમાં કલેકટર તરીકે કામગીરી બજાવતા હતા તે સમયે થયેલા 2000 કરોડ રૂપિયાના ડુમસ ખાતેના જમીન કૌભાંડ મામલે તેમના પર થયેલા આક્ષેપ બાદ તપાસ ચાલી રહી હતી તે દરમિયાન તેમને ફરજ મોકૂફ કરવાનો ઓર્ડર થયો છે.

વલસાડ જિલ્લા કલેકટર કચેરી
વલસાડ જિલ્લા કલેકટર કચેરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 10:30 PM IST

વલસાડ: તત્કાલીન વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓક સુરત ખાતે અગાઉ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના ડુમસ ખાતે આવેલી અંદાજિત 2. 17 લાખ ચોરસ મીટર જેટલી જમીન પૂર્વ કલેકટરે સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો પરંતુ તેમ છતાં ઉપરવટ જઈને સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરાવ્યા હોવાનો આક્ષેપ તેમના ઉપર કરાયો હતો. જે મામલે રજૂઆત થતા તપાસ ચાલી રહી હતી અને તપાસના અંતે આજે તેમને ફરજ મોકૂફ કરવાનુો હુકમ થયો છે.

2000 કરોડનું જમીન કૌભાંડ હોવાનું ચર્ચામાં: ડુમસ ખાતે આવેલી સરકારી જમીન જેમાં ચાલી રહેલા વિવાદ દરમિયાન પૂર્વ કલેકટરે આ જમીન સરકારી હોવાનો હુકમ કર્યો હતો. પરંતુ આયુષ ઓક દ્વારા આ જમીન ગણોતિયાની હોવાનું જણાવી તેમના નામો દાખલ કરાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા. અંદાજિત 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચારવામાં આવ્યું હોવાના આક્ષેપો તેમના ઉપર લાગ્યા હતા. જે સંદર્ભે તપાસ ચાલી રહી હતી.

SIT ની દ્વારા તપાસ હાથ ધરાઇ હતી:સમગ્ર કૌભાંડ બાબતને ગંભીરતાથી જોતા સરકાર દ્વારા તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા તપાસ ચાલી રહી હતી. આ તપાસના અંતે આજે આયુષ ઓકને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવતા સરકારી બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકને કરાયા ફરજ મોકૂફ (Etv Bharat Gujarat)

વલસાડ જિલ્લા કલેકટરનો ચાર્જ હાલ નાયબ કલેકટરને સોંપાયો: વલસાડ જિલ્લાના કલેકટર આયુષ ઓકને જમીન કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવાનો હુકમ આવ્યા બાદ તેમની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ હાલમાં નાયબ કલેકટર એ આર.જહાને જ્યાં સુધી કોઈ ઓર્ડર ના આવે ત્યાં સુધી આપવામાં આવ્યો છે.

આમ સુરતમાં તેઓ કલેકટર હતા તે દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન ડુમસ ખાતે આવેલી જમીનમાં થયેલા જમીન કૌભાંડ મામલે એસ આઈ.ટી દ્વારા તપાસના અંતે તેમને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

  1. બાપ રે ! રાજકોટમાં મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા ગયો અને...જુઓ ઘટનાના CCTV ફૂટેજ - Rajkot train accident
  2. નેવલ બેઝ પોરબંદર ખાતે ગુજરાતમા પ્રથમ માનવીય સહાયતા અને આપત્તિ રાહત વર્કશોપનું આયોજન - Porbandar Relief Workshop

ABOUT THE AUTHOR

...view details