ગુજરાત

gujarat

ETV Bharat / state

વડતાલમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદની ત્રિદિવસીય બેઠક, દેશભરના એડવોકેટનો મેળાવડો - VADTAL NEWS

ખેડા જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજે શુક્રવારથી અખિલ ભારતીય અધિવક્તા પરિષદની ત્રિદિવસીય નેશનલ કાઉન્સિલ મીટીંગનો પ્રારંભ થયો છે.

Etv Bharatઅધિવક્તા પરિષદની ત્રિદિવસીય મીટીંગ
Etv Bharatઅધિવક્તા પરિષદની ત્રિદિવસીય મીટીંગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2024, 7:12 AM IST

વડતાલ(ખેડા): વડતાલ ખાતે 27થી 29 ડીસેમ્બર સુધી એમ ત્રિદિવસીય અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા અધિવક્તા પરિષદ ગુજરાત આયોજિત ખાસ નેશનલ કાઉન્સિલ મીટીંગ (NCM) યોજાઈ રહી છે. જેમાં દેશભરના એડવોકેટ NCMમાં ભાગ લેવા વડતાલ ખાતે પહોંચ્યા છે. આ નેશનલ કાઉન્સિલ મીટીંગનો હેતુ નવા કાયદા કેવા ઘડવા, કેવા નિયમો લાવવા, જુના કાયદાને રીફર કરવા અને ખાસ એડવોકેટો માટે ઈન્સ્યોરન્સ બીલ લાવવુ કે કેમ તેમજ કોઈ કાયદા છે કે કેમ તે બાબતે ચર્ચાઓ કરવામાં આવનાર છે. જે બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.

આ નેશનલ કાઉન્સિલ મીટીંગ (NCM)માં મુખ્ય મહેમાન તરીકે સુપ્રીમ કોર્ટના જજ પી.કે.મીશ્રા સાથે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વકીલ ભાઈ-બહેનોએ હાજરી આપી.

અધિવક્તા પરિષદની ત્રિદિવસીય મીટીંગ (Etv Bharat Gujarat)

ન્યાય ક્ષેત્ર અને અધિવક્તાઓના ઉત્થાન માટે ચર્ચા વિચારણા: આ બાબતે નેશનલ કાઉન્સિલ મીટીંગના મહા પ્રબંધક અધિવક્તા રાજેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, 'સમગ્ર ન્યાય ક્ષેત્રે ભારતીય કાનૂની વ્યવસ્થા, ન્યાય ક્ષેત્ર અને અધિવક્તાઓ માટેના ઉત્થાન માટે કાર્યવાહી કરવા ચર્ચા વિચારણા કરવી જોઈએ. અને જે કંઈપણ બદલાવ જરૂરી હોય તે બદલાવ લાવવા માટે પ્રસ્તાવ પારિત કરીને તેનો અમલ કરવો તથા સરકારને રજૂ કરવી એ એજન્ડા રહેલો છે.'

મહત્વના મુદ્દા વિશેની વાત: તેમણે સાંપ્રત સમયમાં સમાજ અને કાનૂન ક્ષેત્રની જે પરિસ્થિતિ છે વક્ફ એક્ટ સૌથી વધુ ચર્ચામાં છે. તે સિવાય બાંગ્લાદેશની જે પરિસ્થિતિ સર્વવિદિત છે તે કોઈપણ રાષ્ટ્ર કે રાષ્ટ્રના લોકોને આવી રીતની મંજૂરી આપી શકાય નહીં. અયોગ્ય કાર્યવાહી કરનારની વિરૂદ્ધ ભારત તથા આંતરરાષ્ટ્રીય અદાલતમાં તેના વિરૂદ્ધ શું કામગીરી થઈ શકે તે પ્રકારના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરીને પ્રસ્તાવ પારિત કરીશુ.

આ પણ વાંચો:

  1. જામનગરમાં હેલેન, રિતેશ અને ખાન પરિવારનું ઢોલ-નગારા સાથે સ્વાગત, અંબાણીના કાર્યક્રમમાં આપશે હાજરી
  2. ગુજરાતમાં હજુ રહેશે માવઠાની અસરઃ પછી તુરંત કડકડતી ઠંડી, તાપમાન 10 ડિગ્રીથી નીચુ જઈ શકેઃ અંબાલાલ પટેલ

ABOUT THE AUTHOR

...view details