ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજન અને પાણીની અસુવિધાનો ભોગ બનતી વિદ્યાર્થિનીઓ - Vadodara Samaras Hostel - VADODARA SAMARAS HOSTEL

વડોદરા સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને યોગ્ય ગુણવત્તા વગરનું ભોજન અને પાણીની અસુવિધાની બૂમ ઉઠી છે. જેની સામે વિદ્યાર્થિનીઓએ એકત્ર થઇને અવાજ ઉઠાવ્યો હતો. કેટલીક વિદ્યાર્થિનીઓ આ અંગે રજૂઆત કરવા જાય તો તેમને સામે ટોણાં મારવામાં આવે છે.

વડોદરા સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજન અને પાણીની અસુવિધાનો ભોગ બનતી વિદ્યાર્થિનીઓ
વડોદરા સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજન અને પાણીની અસુવિધાનો ભોગ બનતી વિદ્યાર્થિનીઓ

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 3:13 PM IST

વિદ્યાર્થિનીઓએ અવાજ ઉઠાવ્યો

વડોદરા : વડોદરા સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ભોજન અને પાણીની અસુવિધા થઇ હોવાની ઘટના સામે આવી હતી. આજે વિદ્યાર્થિનીઓએ એકત્ર થઇને આ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થિનીઓને મૂળ જમવાની ગુણવત્તા અને પાણીને લઇને ભારે હાલાકી વેઠવી પડે છે. કેટલીક વિદ્યાર્થિનીઓ આ અંગે રજુઆત કરવા જાય તો તેમને સામે ટોણા મારવામાં આવે છે. હાલ એક્ઝામ ચાલતી હોવાથી અનેક વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં જમવાનું ટાળે છે તેવું જાણવા મળી રહ્યું છે.

1000થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે : વડોદરા શહેરમાં સમરસ હોસ્ટેલ અગાઉ પણ જમવાની ગુણવત્તાને લઇને વિવાદોમાં આવી ચુકી છે. પરંતુ હજી સુધી તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. વડોદરાની સમરસ હોસ્ટેલમાં એક હજાર ઉપરાંત વિદ્યાર્થિનીઓ રહીને અભ્યાસ કરે છે અને રોજબરોજ તેઓને જમવા અને પાણીની અસુવિધાઓનો ભોગ બનવું પડે છે. જમવાની કતારમાં પણ સમયનો વેડફાટ થતો હોવાનું વિદ્યાર્થિની જણાવી રહી છે.

જમવાની ગુણવત્તા અને જમવા બાબતે સમયનો ફેરફાર થતો હોવાને કારણે વોર્ડન બદલાયા ત્યારથી જમવાની સમસ્યા આવી રહી છે. જમવાની ફરિયાદો કરી છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા કહે છે કે થઇ જશે. સ્ટાફ ઘટે છે જેને લઈને જમવામાં ભારે તકલીફો પડતી હોય છે અને ભણવાનો સમય બગાડવાનો વારો આવે છે. એક્ઝામ હોવાથી ઘણી છોકરીઓ સમયનો વેડફાટ ન થાય તે માટે જતી રહી છે. હોસ્ટેલમાં એક હજાર ઉપરાંત વિદ્યાર્થિનીઓ રહે છે. યોગ્ય જમવાનું અને પાણી સમયસર મળે તેવું અમે ઇચ્છીએ છીએ...દીપ્તિ સગારખા

હલકી ગુણવત્તાનું ભોજન :વડોદરા સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થિનીએ ભારે હોબાળો મચાવો તો એટલું જ નહીં પરંતુ આ વિદ્યાર્થીઓને જમવામાં પણ હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવ્યું હતું જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે જમવાની અને પાણીની સમસ્યા છે. ભાત સાફ કરેલા નથી. જેમાં ધનેડા નિકળે છે. શાકમાં પાણી અને તેલ અલગ તરે છે. ફિડબેક લખીએ તો સિક્યોરીટી સવાલ કરે છે કે. તમે ઘરે જમવાનું બનાવો છો ? બનાવતા હોય તો જ અમને ખબર પડે છે. ફરિયાદ કરીએ તો કહે છે કે, અમે સંચાલકો છીએ અમારે જોવાનું છે ? તમારે પંચાયત નહીં કરવાની. જેવા કેટલાય પ્રશ્નો ઉદ્ભવાતા અને વિદ્યાર્થિનીઓને સંતોષકારક જવાબ ન મળતા એવો આજે ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. હાલમાં પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે ત્યારે વિદ્યાર્થિનીઓને પણ વાંચવાનો સમય બગડતો હોવાના કારણે મેનેજમેન્ટ એ પણ આ બાબતે કાળજી લેવી જોઈએ અને ચોરી તેઓના પ્રશ્નોને વાચા આપી તેઓની સમસ્યાને હલ કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

વહીવટી તંત્ર એક્શન મોડમાં : ઇન્ચાર્જ ચીફ વોર્ડન હેતલ રાવલે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઇ રહ્યાં. ફુડ-વોટર રિપોર્ટ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. સુધારો કરવા સુચન આપવામાં આવે છે. વિદ્યાર્થિનીની કોઇ પણ રજૂઆત બાબતે તુરંત એક્શન લેવાય છે. તેમના ફિડબેક અંગે રોજેરોજ સહી લઇને પત્રકો બનાવવામાં આવે છે. હોળીમાં સંખ્યા ઓછી હતી. કેન્ટીન મેઇન્ટેનન્સના કામે શિફ્ટ કરેલું છે. જેવી રજૂઆત મળી તેવા જ બે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓની રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવે છે. આરઓ, ટીડીએસ ચેક કરવામાં આવે છે. જરૂરી સુચનો આપવામાં આવે છે. ગઇ કાલે રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ હતી, દીકરીઓ જમી રહી હતી. એજન્સીને જાણ કરી છે, તેમને નોટીસ પાઠવવામાં આવશે. અમે વિદ્યાર્થિનીઓને ઉદ્ધત જવાબ આપ્યા નથી.

  1. છેલ્લા બે વર્ષમાં "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"નો લાભ કુલ 22,000 વિદ્યાર્થીઓને મળ્યો છે
  2. Porbandar Swaminarayan Nursing Hostel : પોરબંદર સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલમાં વિવાદિત ઓડિયોકલીપ સામે આવતા NSUIએ કર્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details