ગુજરાત

gujarat

ETV Bharat / state

મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case - VADODARA GANG RAPE CASE

હાલ માતાજીના નવરાત્રીનો ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નરાધમો દ્વારા વડોદરામાં એક ધ્રુજાવી મુકનારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. - Vadodara Gang Rape case

વડોદરામાં ગેંગરેપની ઘટનાની ફરિયાદ નોંધાઈ
વડોદરામાં ગેંગરેપની ઘટનાની ફરિયાદ નોંધાઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2024, 11:18 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં એક કંપારી છોડાવી દે તેવી ઘટના બની છે. નવરાત્રી દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી એક સગીરા ઉપર ગેંગ રેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ જેટલા ઈસમો આવ્યા હતા. જેમાં તેણીના મિત્ર સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું.

વડોદરામાં ગેંગરેપની ઘટનાની ફરિયાદ બાદ પોલીસ વડાએ શું કહ્યું? (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટના શું છે આવો જાણીએ

વડોદરામાં નવરાત્રી દરમિયાન એક સગીરા તેના બાળપણના મિત્ર સાથે ફરવા નિકળી હતી. તેઓ ભાયલી વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. તે સમયે ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી. આ ઘટનામાં બે ઈસમો બાઇક ઉપર આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ એક બાઇક ઉપર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતિના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટનાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડી પાડવા વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકીય પાર્ટીઓ પણ આ મામલાને લઈને ભાજપ સરકાર અને વડોદરા પોલીસ પર તૂટી પડી છે. કારણ કે આ એટલી ગંભીર ઘટના છે જેને લઈને સહુ સ્તબ્ધ છે.

પાંચ લોકો આવ્યા અને...

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં 11:30 કલાકે મળી હતી. ત્યાર બાદ બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કૂટી ઉપર ગયા હતા. તે સમય દરમિયાન 2 બાઇક લઇને પાંચ અજાણ્યા લોકો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો અને બે ઈસમો દ્વારા તેણીના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અન્ય બે બાઇક સવારનું અજવાળું થાય તે પહેલા ઘટના સ્થળેથી નિકળી ગયા હતા.

ચોંકાવનારી વાતઃ આરોપીઓનું મોંઢું જોયું નથી

સમગ્ર ઘટનામાં પોલીસે એફએસએલની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પીડિતાએ આરોપીઓનું મોઢું જોયું નથી. તેણીએ તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી છે. આરોપીઓને પકડવા પોલીસે વિવિધ ટીમ બનાવીને રવાના કરવામાં આવી છે. સગીરા મિત્રને મળવા ઘરેથી નિકળી હતી. અહીં ચોંકાવનારી વાત એ છે કે તેણીએ આરોપીઓનું મોંઢું જોયું નથી, માટે પોલીસે હાલ આ કેસમાં ન માત્ર આરોપીઓ સુધી પહોંચવાનું છે પણ તેમને કોર્ટમાં ઢસેડી જઈને તેમની સામે એવા પુરાવા પણ એકત્રિત કરવા પડશે કે સચોટ રહે અને એક પણ આરોપી છટકી ના શકે, બીજી રીતે કહીએ તો પોલીસે અહીં કોર્ટમાં આરોપ સાબીત કરવા માટે કેટકા સ્ટ્રોંગ એવીડન્સ સાત ઊભા રહેવું છે.

પોલીસે પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું

આ ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો. તેઓ બેસીને વાત કરવા માટે ભેગા થયા હતા. પોલીસનું કહેવું છે કે, બે આરોપીઓનો ખુબ નાનો રોલ છે, તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તે લોકો ડિવાઇડર ઉપર બેસીને વાતો કરતા હતા. સવારે 4 વાગ્યે પોલીસ મથક પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું ત્યાર બાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ. આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે. પીડિતા પરપ્રાંતિય છે. ઉલ્લેખનીય છે કે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીની ઓળખ નથી થઇ શકી. આરોપીઓ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. ઘટના ગંભીર છે, આરોપીઓ બહાર હોવાથી હાલ વધુ માહિતી આપવી યોગ્ય નથી. પોલીસ સંપૂર્ણ સામર્થ્યથી આ કેસ પાછળ પડી છે. ટેક્નિકલ અને એફએસએલ સહિત તમામ આરોપીઓને પકડવા ખૂબ જ પ્રયત્નશીલ છે.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, સગીર પિડીતા ઘરમાં મિત્રને મળવા માટે જવાનું જણાવી નિકળી હતી. ગરબા રમવા માટે ગઇ ન હતી. તે રેગ્યુલર ડ્રેસ પહેરીને નીકળી હતી. સ્થળ પાસેથી બનાવમાં પુરાવારૂપ કામ લાગે તેવી ચિજવસ્તુઓ મળી છે. પિડીતાનો મિત્ર સગીર છે. પરંતુ આરોપીઓ પુખ્ત વયના છે.

  1. PM મોદીના ભાઇએ જ સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ, સસ્તા અનાજ વિક્રેતાઓની હડતાળ પર કહ્યું આવું... - Strike of cheap grain traders
  2. હૈદરાબાદમાં ઉમટ્યું ગુજરાત, CGA દ્વારા 'દાંડિયા રમઝટ 2024'માં ગુજરાતીઓ બોલાવી રમઝટ - NAVRATRI 2024

ABOUT THE AUTHOR

...view details