ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં તબીબે વાહન ચોરવાનું શરૂ કર્યું, ક્લિનિક છોડીને કાર કેમ ચોરતો? પોલીસે કર્યો ખુલાસો - VADODARA CRIME NEWS

વડોદરા શહેરમાં તેમજ અન્ય સ્થળે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી.

કાર ચોર તબીબ નીકળ્યો
કાર ચોર તબીબ નીકળ્યો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2025, 9:17 PM IST

વડોદરા:વડોદરા શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. આર્યુવેદિક ડોક્ટર બન્યા બાદ પોતે વાહનો ચોરીના રવાડે ચડેલા સાથે સાથે 144 જેટલા ગુનામાં સંડોવાયેલા વાહન ચોર, તેના ભાઈ તેમજ સાગરીત મળી કુલ ત્રણ જેટલા ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકી વાહનોની ચોરી કરી તેને તોડીને સ્ક્રેપમાં વેચી દેતી હતી. પોલીસે આ ત્રણેય પાસેથી ચોરીની બે કાર અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી 7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે શોધખોળ
વડોદરા શહેરમાં તેમજ અન્ય સ્થળે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. જે દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા ગામનો હરેશ દુલાભાઈ માણીયાની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવી હતી. રીઢો વાહન ચોર હરેશ સોમાતળાવ પાસે સફેદ કલરની મારુતિ ઇકો કાર નંબર GJ 07 BN 2092 લઈને આવવાની હોવાની ચોક્કસ બાતમી મળતાં વોચ ગોઠવી દેવામાં આવી હતી. બાતમી વાળી જગ્યાએ આવતા પોલીસે એની પૂછપરછ કરતા તે વાહન ચોરીમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી.

કાર ચોર તબીબ નીકળ્યો (ETV Bharat Gujarat)

વઘુ પૂછપરછ કરતાં એનો ભાઈ અરવિંદભાઈ પણ વાહન ચોરીમાં મદદ કરતો હોવાનું જણાવ્યું હતું અને ચોરીના વાહનો જે રાજકોટ ખાતે રહેતા તાહેર અનવરભાઈ ત્રિવેદી (વોરા)ને વેચતા હતા. ત્યાં વાહનોનું કટીંગ કરી સ્પેર પાર્ટ છુટા કરી વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં રાવપુરા પોલીસ મથકમાં કાર ચોરીના નોંધાયેલા 2 ગુના કારેલીબાગ પોલીસ મથકે નોંધાયેલા 1 ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને એક ઈકો કાર, એક બ્રિઝા કાર, ત્રણ મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સિરપ કાંડમાં દવાખાનું બંધ થતાં વાહનચોરીનો વેપાર માંડ્યો
આ ત્રણ ઈસમો એકત્રિત થઈને અમદાવાદ અને વડોદરામાંથી 144 કાર ચોરી કરી હતી. જે કાર ચોરનાર કોઈ અભણ નથી હરેશ માણીયા પોતે બી.એ.એમ.એસની ડિગ્રી મેળવીને આર્યુવેદિક ડોક્ટર હતો. બાવળા ખાતે શ્રીજી ક્લિનિક શરૂ કર્યું હતું. જ્યાં નશા કારક સીરપ વેચવાના ગુનામાં સંડોવાયો હતો. જેના કારણે ક્લિનિક બંધ કરવાનો વારો આવતા વાહનચોરીનો વેપાર માંડ્યો હતો.

વડોદરા સુરસાગર પાસેથી ઇકો કારની કરી હતી ચોરી
કાર ચોરીના ગુનામાં ઝડપેલા હરેશ અને એના ભાઈ અરવિંદે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે આશરે 6 માસ અગાઉ વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂર આવ્યું. એના થોડાક દિવસ પહેલા સુરસાગર નજીકથી એક ઈકો કાર અને ડિસેમ્બર મહિનામાં કારેલીબાગ આનંદનગર નજીકથી ઈકો કારની ઉઠાંતરી કરી હતી. જે પૈકી બંને કાર રાજકોટ જઈને તાહેરને આપી હતી. જ્યાં બન્ને કારને તોડી સ્ક્રેપમાં વેચી હતી.

આ પણ વાંચો:

  1. ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વૃદ્ધને બચાવ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  2. ભાવનગરમાં દીકરી સાથે ભણતા છોકરા પર પિતા છરો લઈને તૂટી પડ્યો, પોલીસે વાલીઓને કર્યા સાવચેત

ABOUT THE AUTHOR

...view details