વડોદરા :દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
પીએમ મોદીનો વડોદરા પ્રવાસ :આગામી 27 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝનું એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે માર્ગ અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમમાં વિવિધ નૃત્ય વૃંદ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે.
રોડ શોના રૂટ પર 15 સાંસ્કૃતિક મંચ :વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર 15 સાંસ્કૃતિક મંચ બનાવવામાં આવશે. દરેક મંચ ઉપર 12 થી 15 કલાકારો એટલે કે 200 જેટલા કલાકારો વિશ્વ પ્રસિદ્ધ એવા ગુજરાતના માંડવડી દીવા, દાંડિયા રાસ, આદિવાસી નૃત્ય, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, કેરળનું કુચિપુડી નૃત્ય, પંજાબનું ભાંગડા નૃત્ય, બંગાળની દુર્ગાપૂજા, દક્ષિણ ભારતની બેન્ડ અને રાષ્ટ્રભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓથી સ્વાગત :હિંદુ સંસ્કૃતિની પરંપરા મુજબ મહેમાનની આગતા સ્વાગતા કરવી એ આપણી નૈતિક ફરજ છે. એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમીના 66 જેટલા કલાકારો રાસ થકી વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહેમાનો ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાના આંગણે પધારી રહ્યા છે. ત્યારે દરેક વડોદરાવાસીઓ પણ તેમના સ્વાગત હૃદયપૂર્વક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ વડાપ્રધાનના આગમનથી લઈને અન્ય રૂટ પર સ્પેશિયલ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને તેમની અવરજવર સમયે રોડ શો જેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે.
- PM મોદી અને સ્પેન PM વડોદરાના મહેમાન બને તે પહેલા તૈયારીઓ જોરશોરમાં
- વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, રુ. 4800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ