વડોદરા: ભારતના 'મેક ઇન ઈન્ડિયા' ચળવળને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને વડોદરામાં 60 મીટર લાંબો સ્ટીલ રેલ બ્રિજના બંધકામનું કામ પૂર્ણ કરી દીધું છે. આ 60 મીટર લાંબો બ્રિજ પશ્ચિમ રેલવેના બાજવા-છાયાપુરી લાઇન કે જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલવે કોરિડોરનો ભાગ છે તેના પર બનાવવામાં આવ્યો છે. જેના બાંધકામની કામગીરી ઓકટોબર 22ના રોજ પૂર્ણ થઈ છે. તમને જણાવી દઈએ કે, MAHSR કોરિડોર માટે આયોજિત કરેલ 28 સ્ટીલ બ્રિજનો આ પાંચમો સ્ટીલ બ્રિજ છે.
આ છે ખાસિયતોઃ આ સ્ટીલ બ્રિજ 12.5 મીટર ઊંચાઈ, 14.7 મીટર પહોળાઈ તેમજ લગભગ 645 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે. આ બ્રિજનું મેન્યુફેક્ચરિંગનું કામ કચ્છના ભચાઉ શહેરમાં થયું હતું, ત્યારબાદ તેને જેતે જગ્યા પર લગાડવા માટે ખસેડવામાં આવ્યું હતું.
બ્રિજ એસેમ્બલી C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથે લગભગ 25659 ટોર-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 100 વર્ષની આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે.
એક નિવેદન અનુસાર બ્રિજના અસ્થાયી સ્ટ્રક્ચરને જમીન પર બાંધવામાં આવ્યા બાદ બ્રિજને 23.5 મીટરની ઊંચાઈએ બાંધવામાં આવ્યો હતો અને પછી તેને થાંભલાની 21 મીટરની ઊંચાઈથી ઉપર ઉઠાવવામાં આવ્યો હતો.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 'બ્રિજને ઓટોમેટિક મશીનના 2 સેમી ઓટોમેટિક જેક કે જે 250 ટનની કેપેસિટી ધરાવે છે તેમના દ્વારા ઉપડવામાં આવ્યો હતો જે અંતર્ગત MAC-એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'