ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને થયા અભિભૂત - Vadodara News - VADODARA NEWS

વડોદરા એરપોર્ટ ખાતે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતી સાંસ્કૃતિક પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના 3 દિવસના પ્રવાસ સંદર્ભે આજે વડોદરા આવી પહોંચ્યા હતા.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 9:07 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

વડોદરાઃ અખંડ ભારતના શીલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ વિદેશથી મહાન હોવા આવતા હોય છે. જેમાં ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી પણ સામેલ થયા છે. આજ રોજ ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના 3 દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)


ગુજરાતની સંસ્કૃતિ મુજબ ભવ્ય સ્વાગતઃ ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટમાં આગમન થયું, ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગરબા સાથે આગમનનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં. ભૂતાનના મહાનુભાવો આ દ્ગશ્યો જોઈને ખુશ થઈ ગયા હતા. તેમણે ગુજરાતની સંસ્કૃતિના વખાણ કર્યા હતા.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતઃ પ્રોટોકોલ મુજબ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર પિન્કીબેન સોની, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નિરજકુમાર ઝા, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થીનલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા. ભૂતાન ડેલિગેશન વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ આ ડેલિગેશન એકતાનગર જવાના રવાના થયું હતું.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિતઃ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનના પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી. પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા મહોદય અને પ્રધાનમંત્રી વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો. અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂ સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી. જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે "ભારતને શુભકામના અને સ્મરણ."

  1. ભારત-ભૂતાન ઉપગ્રહ ભૂટાનના લોકો સાથેના વિશેષ સંબંધનું પ્રમાણપત્ર: PM મોદી
  2. પાકિસ્તાન બાંગ્લાદેશ બાદ હવે ભૂતાન સાથે પણ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details