વડોદરા:અનૈતિક સંબંધોનો અંજામ હંમેશા કરૂણ આવે છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો વડોદરા જિલ્લાના પાદરામાંથી સામે આવ્યો છે, જ્યાં એક પરિણીતાએ લગ્નેત્તર સંબંધમાં જિંદગીનો અંત આણ્યો. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પાદરાની 27 વર્ષીય પરિણીતા ગીતાબેન નટુભાઇ ગોહિલને તેમની પાડોશમાં રહેતા અને પોતાનાથી 7 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને મોબાઈલ પર વાતચીત કરતા હતાં. પરિણીતા પાસે રહેલો આ મોબાઇલ ફોન પતિના હાથમાં આવી જતા બંનેના પ્રેમસંબંધની પોલ ખુલી ગઈ હતી. આ વાત તેમના મન પર અસર કરી જતાં તેમજ બદનામીની બીકથી પરિણીતાએ જીવન ટુંકાવી લીધું હતું.
બદનામીનો ભયે જીવન ટુંકાવ્યું:મૃતક ગીતાબેનને જયેશ પરમાર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો બંને 18 સપ્ટેમ્બરના રોજ આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નિકળી ગયા હતા. તેમના મનમાં કુટુંબ અને ગામમાં બદનામીનો ડર સતાવી રહ્યો હતો. અને હવે શું કરીશું તેવો સવાલ તેમના મનમાં ફરી રહ્યો હતો. જે દરમિયાન તેમણે વિશ્રામપુરા ગામે એક ખેતરમાં આપઘાત કરીને જિંદગીનો અંત આણ્યો હતો.
પ્રેમી જયેશ પરમારના નામે હતું સીમકાર્ડું: મૃતક ગીતાબેન નટુભાઇ ગોહિલને તેના જ ફળિયામાં રહેતા 20 વર્ષીય જયેશ પરમાર સાથે લગ્નેત્તર સંબંધ હતો. મોબાઇલ પર એકબીજા સાથે વાતચીત કરતા હતાં. પરિણીતા ગીતાબેન આ મોબાઈલ સંતાડીને રાખતા હતા. આ મોબાઇલનું સીમકાર્ડ તેના પ્રેમી જયેશ પરમારના નામે હતું. દરમિયાન ગીતા બેનના પતિ નટુભાઈના ધ્યાને આ મોબાઈલ આવ્યો હતો અને પત્નીના લગ્નેત્તર સંબંધનો ભાંડો ફુટી ગયો હતો.
વડું પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો:પત્નીનીઆત્મહત્યાની સમગ્ર ઘટના અંગે પતિ નટુભાઇ ગોહિલને જાણ થતા જ તેમણે તાત્કાલિક વડુ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ કમજીભાઇને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:
- બનાસકાંઠાના સરહદી પંથકના ગામોને અત્યારથી જ થવા લાગ્યું પાણીનું ટેન્શન, જાણો શું છે પરિસ્થિતિ ? - Banaskantha Drinking water problem
- શિક્ષકો સામે કાર્યવાહી કરવા કાંકરેજના MLAએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, કહ્યું... - Letter to Minister of Education