ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પ્રધાન મંત્રી મોદીને રજુઆત મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતાઓની અટકાયત - PM MODI VISIT GUJARAT

પ્રધાનમંત્રી મોદીને રજુઆત તેમજ મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવતની તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરવામાં આવી.

વડોદરામાં પીએમ મોદીને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે ધરપકડ કરી
વડોદરામાં પીએમ મોદીને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે ધરપકડ કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 1:33 PM IST

વડોદરા:પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને રજુઆત તેમજ મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવતની તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કૉંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, દુષ્યંત રાજપુરોહિત ,હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર, નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, આઝમખાન પઠાણ, સંતોષ મિશ્રા, ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજી, ઘનશ્યામ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અમી રાવતે ભયાનક પુરની બાબતે થયેલી તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

પોલીસ દ્વારા ધરપડડ કરતાં તમામ નેતાઓએ વિરોધમાં 'નરેન્દ્ર મોદી હાય હાય' તેમજ 'શરમ કરો શરમ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આ કોંગ્રેસ નેતાની ધરપકડ કરી તેમને જિપમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર રાવત અને અમી રાવતના ઘરે ગઈકાલથી જ પોલીસનો કડક બંદોબસ્ત છે. અહીં નોંધનીય બાબત એ છે કે, આ નેતાઓ નજરકેદ હોવા છતાં તેઓ વડોદરામાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં પહોંચવા નીકળ્યા હતા જે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:

  1. બે વર્ષમાં અમારૂ પ્રથમ સ્વદેશી C295 એરક્રાફ્ટ બનાવવાનું લક્ષ્ય: ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન
  2. 'વતનમાં વડાપ્રધાન': નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા

ABOUT THE AUTHOR

...view details