ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ - Weather Department Forecasting - WEATHER DEPARTMENT FORECASTING

ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના વાતાવરણમાં હવામાન વિભાગની આગાહી અનુસાર પલટો આવ્યો હતો. આજે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3થી 4 દિવસ વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Unseasonal Rain Mini Strome Weather Department Forecasting Next 3 to 4 Days

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 3:23 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર ગઈકાલે ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે પણ હવામાન વિભાગની અમદાવાદ કચેરીએથી વાતાવરણમાં કેવા ફેરફાર જોવા મળશે તેની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટઃ હવામાન વિભાગ અનુસાર આજે અને આગામી 3થી 4 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ સંદર્ભે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવન સાથે વીજળીના કડાકા અને મધ્યમ વરસાદ પણ પડવાની સંભાવના છે.

10 ડીગ્રી તાપમાન ઘટ્યુંઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સહન ન થાય તેવી ગરમી પડી રહી હતી. ગઈકાલે સોમવારે ના રોજ અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો. વીજળીના કડાકા સાથે પવન ફુંકાયો અને કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનમાં થયેલા આ પરિવર્તનને પરિણામે શહેરનું તાપમાન 10 ડીગ્રી જેટલું ઓછું થયું હતું. તાપમાનમાં ઘટાડાને પરિણામે લોકોને રાહત થઈ હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.3 અને ડીસામાં 42.7 ડીગ્રી નોંધાયું છે.

આજે અને આગામી 3થી 4 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદ પડશે. આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવન સાથે વીજળીના કડાકા અને મધ્યમ વરસાદ પણ પડવાની સંભાવના છે...રામાશ્રય યાદવ(વૈજ્ઞાનિક, હવામાન વિભાગ, અમદાવાદ)

  1. હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બે દિવસ વરસાદ શક્યતા - Weather Forecast
  2. અમદાવાદના વાતાવરણમાં સાંજે પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી - Ahmedabad Weather Change

ABOUT THE AUTHOR

...view details