રાજકોટ: રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે.જેનાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે આવી આકરી ગરમીમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે જામકંડોરણા પંથકની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખુલ્લા ખેતરમાં પડેલો માલ તેમજ પશુપાલકોનો ઘાસચારો વરસાદના કારણે પલળી ગયો હોવાનું સામે આવ્યું છે.
જામકંડોરણા પંથકમાં અચાનક વરસાદ તૂટી પડ્યો, આકરી ગરમી બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક - unseasonal rain - UNSEASONAL RAIN
અસહ્ય તડકા અને ગરમી વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો છે.જેના લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. UNSEASONAL RAIN
Published : Jun 9, 2024, 7:43 AM IST
ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ:ભીષણ ગરમી વચ્ચે થોડા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીને પગલે ઘણા ખરા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાયો છે ત્યારે આ કમોસમી વરસાદ બાદ પાછી ગરમીનો અહેસાસ થવાનો શરુ થઇ જાય છે અને ભારે ગરમીને લીધે લોકોમાં ભારે પરેશાનીનો માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે તેમજ પશુપાલકોના પશુઓ માટેના ઘાસચારાને પણ વરસાદે પલાળી દીધો હોવાનું સામે આવ્યું છે.
ચરેલ ગામે દોઢ ઇંચ વરસાદ પડ્યો:જામકંડોરણામાં દળવી,કાના, વડાળા ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ચરેલ ગામમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થવાથી અને ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરશાઈ થઇ ગયું. જામકંડોરણાના ચરેલ ગામે અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શનિવારના રોજ સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.