ગાંધીનગર :રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલ મુજબ આજે 6 જુલાઈ, શનિવારના રોજ સવારે 6.00 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 111 mm એટલે કે, 4.44 ઇંચ તેમજ વલસાડના પારડી અને સુરતના કામરેજ તાલુકામાં 100 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારી તાલુકામાં 62 mm : આ સાથે જ વલ્લભીપુર તાલુકામાં 95 mm, ડેડીયાપાડા તાલુકામાં 88 mm, ડોલવણ તાલુકામાં 86 mm, તિલકવાડા તાલુકામાં 84 mm, ઉમરાળા તાલુકામાં 77 mm, ધરમપુર તાલુકામાં 74 mm એટલે કે, 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બારડોલી તાલુકામાં 73 mm, ચીખલી તાલુકામાં 71 mm, વઘઇ અને મહુવા તાલુકામાં 65 mm, વાલોદ અને વ્યારા તાલુકામાં 63 mm, નવસારી તાલુકામાં 62 mm, સુરત શહેરમાં 58 mm, માંગરોળ તાલુકામાં 56 mm એટલે કે, 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
ભાવનગર તાલુકામાં 46 mm : આ ઉપરાંત વાપી તાલુકામાં 47 mm, ભાવનગર તાલુકામાં 46 mm, ગણદેવી તાલુકામાં 45 mm, ઓલપાડ તાલુકામાં 44 mm, સાગબારા તાલુકામાં 43 mm, તેમજ ચુડા, નિઝાર અને સુબીર તાલુકામાં 40 mm એટલે કે દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 37 mm, વસો તાલુકામાં 36 mm, સિનોર અને ગળતેશ્વર તાલુકામાં 35 mm, માંડવી તાલુકામાં 34 mm, ડાંગ–આહવા તાલુકામાં 30 mm, ઉમરગામ તાલુકામાં 27 mm, દેવગઢબારિયા તાલુકામાં 26 mm, તળાજા તાલુકામાં 25 mm એટલે કે 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
અંકલેશ્વરમાં સૌથી ઓછો વરસાદ : આ ઉપરાંત પાલીતાણા તાલુકામાં 24 mm, શિહોર તાલુકામાં 23 mm, ગઢડા તાલુકામાં 22 mm, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 21 mm, ગરુડેશ્વર તાલુકામાં 20 mm, સુત્રાપાડા અને ઉચ્છલ તાલુકામાં 17 mm અને વડોદરા, વાઘોડિયા, કુકરમુંડા તાલુકાઓમાં 16 mm, સંખેડા તાલુકામાં 15 mm, હાંસોટ તાલુકામાં 14 mm, અંકલેશ્વર તાલુકામાં 13 mm એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
- ગુજરાતમાં વાતાવરણ શાંત જ્યારે ઉત્તર ભારતમાં છે ભારે વરસાદની આગાહી
- વરસાદને પગલે ગોરધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા