ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો ! જાનને આપ્યો સ્મશાનમાં ઉતારો : રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન, વર-કન્યા ઉંધા ફેરા ફર્યા - Wedding to remove superstition

રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાના રામોદમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું તથા જાનને સ્મશાનમાં ઉતારો આપ્યો. ઉપરાંત વર-કન્યા કોઈ લગ્ન મુહૂર્ત વગર ઉંધા ફેરા ફર્યા. પરંતુ એવું બન્યું કેમ ? જુઓ આ અહેવાલમાં.

રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન
રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 8:05 PM IST

રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન, વર-કન્યા ઉંધા ફેરા ફર્યા

રાજકોટ :કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા. રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડના પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખી વરરાજા સહિત જાનૈયા પરિવારને સ્મશાનમાં ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવા ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો. આ લગ્નમાં કન્યા પક્ષના મોભીઓએ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું. વિજ્ઞાન જાથાની વિચારધારા ને અનુલક્ષીને લગ્ન કર્યા હતા.

સ્મશાનમાં જાનૈયાઓને ઉતારો :રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન કમર કોટડાના જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે કમર કોરડા ગામથી રામોદ ખાતે જાનનું આગમન થયું તો, કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા હતા. ઉપરાંત લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓએ કાળા વસ્ત્રો અને ભૂતપ્રેતનો વેશ ધારણ કરીને કર્યું હતું. વર-કન્યાએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા અને જૂની પુરાણી માન્યતાનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો.

વર-કન્યા ઉંધા ફેરા ફર્યા :બંને પરિવારે સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાનાને નાબૂદ કરવા અને સમાજના કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી. જેમાં વરરાજા જયેશભાઈનું સ્‍વાગત અન સામૈયું રામોદની કન્‍યા પાયલબેને કાળી સાડી વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ તેમજ ડીજેનાં તાલે કર્યું હતું. વર-કન્‍યાની લગ્ન વિધિ બૌધ્‍ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ હતી. જેમાં મુર્હુત-ચોઘડિયાને ફગાવી ઊંઘા ફેરા પરી બંધારણના સોગંદ બોલી શપથગ્રહણ કર્યા હતા.

અંધશ્રદ્ધા નાબૂદ કરવાનો પ્રયાસ

અંધશ્રદ્ધા નાબૂદ કરવાનો પ્રયાસ :આ અંગે વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે, વિજ્ઞાન જાથાની ટીમે રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કર્યું હતું. સૌપ્રથમ કાળા વસ્ત્રોમાં વરરાજાનું સામૈયું કરી અને જાનને સ્મશાનમાં ઉતારો આપી વર્ષો જૂની માન્યતાનું ખંડન કર્યું હતું. આ લગ્ન સમારોહ અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવા સમજણપૂર્વક આયોજિત કર્યા હતા. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મુકવામાં આવશે. કાળી વસ્તુ અને કાળા વસ્ત્રને અશુભ માનવામાં આવે છે, તે છિન્ન મનોવૃત્તિ છે, હકીકત નથી.

લગ્નનો સાચો અર્થ :આ પ્રસંગમાં જણાવવામાં આવ્યું કે, મુર્હુત-ચોઘડિયા માનવીએ બનાવેલ છે. જેમાં કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કોઈ લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવવા સાથે લગ્ન વિધિ સાચી હકીકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં કોઈ વાત માનવા ન માનવાનો બંધારણે સૌને અધિકાર આપ્યો છે, તે મુજબ સમગ્ર આયોજન કર્યું હતું. યુવતીના પિતાના કહેવા મુજબ માન્યતાનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  1. 'ઢોંગી બાબા' ઝડપાયા, વિજ્ઞાન જાથાએ બે બાબાઓની ધતિંગલીલાનો કર્યો પર્દાફાશ
  2. જામનગરમાં મુંજાવર દ્વારા કરવામાં આવેલી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details