જૂનાગઢ : આગામી છઠ્ઠી તારીખે જૂનાગઢમાં અનોખા લગ્ન આયોજિત થનાર છે. પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા અને જૂનાગઢના અજયના લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્ન માટે એલેક્ઝાન્ડ્રાનો પરિવાર પોલેન્ડથી જૂનાગઢ આવ્યો છે. એલેક્ઝાન્ડરાનું કન્યાદાન અજયના મામા રાયશીભાઈ કરવાના છે.
Unique Wedding In Junagadh : પોલેન્ડની એલેક્ઝાન્ડ્રાના જૂનાગઢના અજય સાથે હિન્દુ વિધિથી અનોખા લગ્ન યોજાશે - પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા
બે દેશ, બે સંસ્કૃતિ, બે પરંપરાઓનું અનોખું યુગ્મ જૂનાગઢમાં થતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢના આહીર યુવક અજય સાથે પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા લગ્ન કરવા આવી પહોંચી છે. ભારતીય પરંપરા પ્રમાણે પોલેન્ડની એલેક્ઝાન્ડ્રાનું કન્યાદાન પણ કરવામાં આવશે.
Published : Mar 1, 2024, 2:09 PM IST
એલેક્ઝાન્ડ્રાનુ કન્યાદાન પણ થશે : આગામી છઠ્ઠી તારીખે જૂનાગઢમાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. મૂળ પોલેન્ડની એલેક્ઝાન્ડ્રાના લગ્ન ખડિયાના અજય સાથે થશે. મામા રાયશીભાઈ એલેક્ઝાન્ડ્રાનુ કન્યાદાન પણ કરવા જઈ રહ્યા છે. પ્રથમ વખત પરિવાર સાથે ભારત આવેલી એલેક્ઝાન્ડ્રા અને તેનો પરિવાર ભારતીય સંસ્કૃતિથી એકદમ પ્રભાવિત થયા છે. ભારતને દુનિયાના સૌથી કલરફુલ દેશ તરીકે તેઓએ આજે ભારતને માન અને સન્માન આપ્યું છે. આગામી છઠ્ઠી તારીખે ભારતીય પરંપરા અનુસાર અને જૂનાગઢનો અજય હિન્દુ વિધિ પ્રમાણે પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે.
પોલેન્ડમાં પાંગર્યો પ્રેમ : જૂનાગઢનો અજય પાછલા કેટલાક વર્ષોથી પોલેન્ડમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. અભ્યાસ દરમિયાન પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા સાથે તેને પ્રેમ થઈ જતા હવે એલેક્ઝાન્ડ્રા અને અજયે લગ્નગ્રંથિથી બંધાવાનો નિર્ણય કર્યો છે. અજય આહીર સમાજમાંથી આવે છે. ત્યારે આહીર સમાજની પરંપરા મુજબ લગ્ન થાય તે માટે એલેક્ઝાન્ડરનો પરિવાર પણ સહમત થયો. એલેક્ઝાન્ડ્રા તેના પિતા અને બે બહેનો સાથે આજે જૂનાગઢ આવી પહોંચી છે. હાલ એલેક્ઝેન્ડ્રા અને અજય લગ્નની ખરીદીમાં વ્યસ્ત જોવા મળે છે. ભારતીય પરંપરા અનુસાર લગ્ન થવાના છે તેને લઈને લગ્નના કપડાંથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થામાં તેની બે બહેનો અને તેના પિતા પણ સતત વ્યસ્ત જોવા મળે છે.