ગુજરાત

gujarat

ETV Bharat / state

બેરોજગારોને ભથ્થાનો પ્રશ્ન શ્રમપ્રધાન માંડવિયાને જૉક લાગ્યો ! પ્રશ્નના જવાબથી હસીને ભાગ્યા - UNION MINISTAR MANSUKH MANDAVIYA - UNION MINISTAR MANSUKH MANDAVIYA

પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણી જીતીને કેન્દ્રમાં શ્રમ અને રોજગાર પ્રધાન બનેલા મનસુખ માંડવીયા પોતાના સંસદીય મત વિસ્તાર પોરબંદરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન બેરોજગારોને ભથ્થુ આપવાના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ આ સવાલને હસી કાઢ્યો હતો. mansukh mandaviya laughing

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયા
કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 11:33 AM IST

Updated : Jun 16, 2024, 12:01 PM IST

બેરોજગારોને ભથ્થાનો પ્રશ્ન સાંભળીને હસીને ભાગ્યા મંત્રી માંડવિયા (Etv Bharat Gujarat)

પોરબંદર:લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહેલા અને કેન્દ્રીય કેબિનેટમાં શ્રમ અને રોજગાર પ્રધાન પદ મેળવનારા ડો મનસુખ માંડવીયા શનિવારે પોતાના મત વિસ્તાર એવા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કાર્યકરો સાથે ગોષ્ઠિ માટે આવ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પોતાના સંસદીય મતવિસ્તાર મંત્રી માંડવિયા (Etv bharat Gujarat)

કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પોરબંદર લોકસભામા આવતી કેશોદ વિધાનસભા મત વિસ્તારના પાર્ટીના કાર્યકરો અને લોકોનું અભિવાદન કરવા તેઓ કેઆવ્યા હતા. અહીં માધ્યમો દ્વારા બેરોજગારોને રોજગારી ભથ્થું આપવા માટે કેન્દ્રની સરકાર અને તેમનો વિભાગ કેટલું ગંભીરતાથી વિચારે છે તેવા માધ્યમોના સવાલનો જવાબ આપ્યા વગર કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવીયાએ કેશોદ માંથી ચાલતી પકડી હતી.

બેરોજગારોની મજાક ! બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે બિહારમાં બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાને લઈને રાજ્યની સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારી રહી છે અને આગામી દિવસોમાં તેનો અમલ કરવા પણ જઈ રહી છે, તેવુ નિવેદન જાહેર માધ્યમોને આપ્યું હતું, તો બીજી તરફ કર્ણાટકની સરકારે બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવાની શરૂઆત કરી છે.

આજ મુદ્દાને લઈને કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન ડો મનસુખ માંડવીયાને સવાલ પૂછાયો હતો કે કેન્દ્રની સરકાર બિહાર અને કર્ણાટકની જેમ દેશના બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપવા માટે કેટલી ગંભીર છે ? ત્યારે આવો સવાલ સાંભળીને શ્રમ અને રોજગાર પ્રધાન ડો મનસુખ માંડવીયાએ અટઃહાસ્ય સાથે બેરોજગારોના હિતમાં પૂછવામાં આવેલા સવાલનો છેદ ઉડાવી દીધો હતો અને ચાલતી પકડી હતી.

  1. મોદી 3.0 સરકારમાં મનસુખ માંડવિયા બન્યા ખેલ મંત્રી, અનુરાગ ઠાકુરને આપ્યો આરામ - new sports minister of india
  2. મોદી મંત્રીમંડળ 3.0: ગુજરાતના છ સાંસદોને સ્થાન મળ્યું, ચાલો જાણીએ ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ વિશે... - PM Modi Cabinet
Last Updated : Jun 16, 2024, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details