અમદાવાદ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે અમિત શાહ વાર્તાલાપ કર્યો હતો. જેમાં નારણપુરા વિધાનસભાના કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં આપી હાજરી - Union Home Minister Amit Shah - UNION HOME MINISTER AMIT SHAH
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે અમિત શાહ વાર્તાલાપ કર્યો હતો. જેમાં નારણપુરા વિધાનસભાના કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. Union Home Minister Amit Shah
Published : Aug 18, 2024, 10:48 PM IST
CAA કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહી:નારણપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, CAA માં કોઈની નાગરિકતા છીનવાશે નહીં. 2019માં મને સાંસદમાં CAA કાયદો રજૂ કરવાની તક મળી હતી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને આ તક મળી હતી CAA કાયદાથી કોઈપણ મુસ્લિમ નાગરિકને નાગરિકતા છીનવાશે નહીં. આ કાયદો નાગરિકતા આપનાર કાયદો છે નાગરિકતા છીનવનારો નથી.
નાગરિકત્વ મેળવનારા લોકોએ ખુશી વ્યક્ત કરી:નાગરિકત્વ લેનારા લોકોએ કહ્યું કે, નાગરિત્વ નહોતું મળ્યું ત્યારે અમે ખૂબ જ હેરાન થયા હતા.જ્યારે અન્ય દેશમાં હતા ત્યારે તે દેશની પરિસ્થિતિમાં કોઈ સુધારો નહોતો થયો. તે દેશમાં અમારી બહેન દીકરીઓ સુરક્ષિત નહોતી. જેટલી ભારત અને ગુજરાતમાં છે એવા ઘણા કારણો છે. જેના કારણે અમે ભારતની નાગરિકો લેવા ઇચ્છતા હતા અત્યારે નાગરિકતા મળતાની સાથે અમે ભારત દેશના નાગરિકોને હક મળશે તે તમામ હકો અમને મળશે. જેથી અમે ખૂબ જ ખુશ છીએ અને અત્યારે અમારા ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સરકારનો ખુબ ખુબ આભાર છે કે અમને ભારત દેશનું નાગરિકત્વ આપ્યું છે.