ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા ખાતે દાળ મિલમાંથી મળી આવ્યો અનઅધિકૃત જથ્થો, જાણો શું છે સમગ્ર મામલો - Unauthorized quantity of tuvar dal - UNAUTHORIZED QUANTITY OF TUVAR DAL

પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી તહુરા પ્રોટીન્સ નામની દાળ મિલમાંથી આધાર-પુરાવા વિનાનો જંગી આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવેરદાળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. Unauthorized quantity of tuvar dal

ગોધરા ખાતે દાળ મિલમાંથી મળી આવ્યો અનઅધિકૃત જથ્થો
ગોધરા ખાતે દાળ મિલમાંથી મળી આવ્યો અનઅધિકૃત જથ્થો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 3:33 PM IST

ગોધરા ખાતે દાળ મિલમાંથી મળી આવ્યો અનઅધિકૃત જથ્થો (Etv Bharat gujarat)

પંચમહાલ: જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી તહુરા પ્રોટીન્સ નામની દાળ મિલમાંથી આધાર-પુરાવા વિનાનો જંગી આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવેરદાળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, દાળ મિલને સિલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તહુરા પ્રોટીન્સ નામની દાળ મિલમાં તપાસ: તા. 7 ઓગષ્ટ બુધવારના રોજ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠા વિભાગની ટીમ તેમજ ગોધરા શહેર મામલતદારની સંયુક્ત ટીમ બનાવીને ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી તહુરા પ્રોટીન્સ નામની દાળ મિલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઇલ્યાસ મોહમદ હુસેન ઉમરજી સંચાલિત તહુરા તુવરદાળ મિલમાંથી ICDS તેમજ PDS માર્કાવાળી આંધ્રપ્રદેશ સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવરદાળનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

મિલના માલિક પાસે કોઇ આધાર પુરાવા ન મળ્યા: તુવરદાળના જંગી જથ્થાને લઇને જિલ્લા પુરવઠા વિભાગે આધાર પુરાવા માંગતા દાળ મિલના માલિક પાસે કોઈ આધાર પુરાવા મળી ન આવતા અનઅધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું જણાઇ આવ્યું હતું. જેને લઇને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રૂ 16.47 કરોડની કિંમતનો 11, 13 લાખ કીગ્રા તુવેરદાળનો અનઅધિકૃત સંગ્રહ કરેલ જથ્થાના 22, 266 કટ્ટા તેમજ જથ્થો ભરેલ રૂ 8 લાખની કિંમતનું એક વાહન સીઝ કરવામાં આવ્યું હતું.

મિલના માલિક સામે કાયદેસરની કાર્યવાહી: આમ જિલ્લા પુરવઠા વિભાગે 16, 58 કરોડનો જથ્થો સીઝ કરીને તહુરા તુવર દાળની મિલના સંચાલક ઇલ્યાસ મોહમદ હુસેન ઉમરજી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલો તુવેરદાળનો જંગી જથ્થો રાજ્યમાં સૌપ્રથમવાર આટલી મોટી માત્રામાં હોવાનું મનાય છે.

  1. લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારે પોલીસ પર ગંભીરકર્યા આક્ષેપો - prisoner dies in jail
  2. ખેડા પોલીસનો ASI 5 લાખની લાંચ લેતા ઝડપાયો, આ માટે માંગી હતી લાંચ, પોલીસબેડામાં ચકચાર - ASI caught taking bribe

ABOUT THE AUTHOR

...view details