Bank Jobs: યુકો બેંકે લોકલ બેંક ઓફિસર (LBO) ની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ucobank.com ની મુલાકાત લેવી પડશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા, ઉમેદવારોની કુલ 250 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અરજી ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા આજે 16મી જાન્યુઆરી 2025થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5મી ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને જણાવી દઈએ કે અરજી ફી ભરવાની છેલ્લી તારીખ પણ 5મી ફેબ્રુઆરી 2025 છે.
રાજ્ય મુજબ ભરતીની જગ્યાઓ
- ગુજરાત -57 જગ્યા
- મહારાષ્ટ્ર- 70 જગ્યા
- અસમ- 30 જગ્યા
- કર્ણાટક- 35 જગ્યા
- ત્રિપુરા- 13 જગ્યા
- સિક્કિમ- 6 જગ્યા
- નાગાલેન્ડ- 5 જગ્યા
- મેઘાલય- 4 જગ્યા
- કેરળ- 15 જગ્યા
- તેલંગાણા અને આંધ્ર પ્રદેશ- 10 જગ્યા
- જમ્મુ કાશ્મીર- 5 જગ્યા
UCO બેંકમાં ભરતી અંગેનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
UCO બેંકની ભરતી માટે અરજી કરવા અહીં ક્લિક કરો
અરજી માટેની યોગ્યતા
1. ઉમેદવાર જે પણ રાજ્ય માટે અરજી કરે છે, તેને તે રાજ્યની પ્રાદેશિક ભાષા જાણવી જોઈએ.
2. અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
3. અરજી કર્યા પછી, ઉમેદવારોની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 ના રોજ ગણવામાં આવશે.
4. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I મુજબ ઉમેદવારોને દર મહિને પગાર આપવામાં આવશે. બેસિક પે સ્કેલ 7મા પગાર પંચ મુજબ 48,480 રૂપિયાથી 85,950 રૂપિયા વચ્ચે છે.
અરજી માટેની ફી
તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 850 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, SC, ST અને PwBD કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા ફી ભરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, જનરલ/ઇકોનોમી/બેંકિંગ અવેરનેસ, અંગ્રેજી અને ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનમાંથી કુલ 155 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના કુલ માર્ક 200 હશે.
આ પણ વાંચો:
- જુનાગઢમાં ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન, વિદ્યાર્થીના હિતનો આવો છે હેતુ
- VIDEO: 'રૂપિયાથી મહોબ્બત છે, અમને મામુ બનાવે છે', અધિકારી પર નોટોનો વરસાદ કરીને લોકોએ ઉધડો લીધો