બનાસકાંઠા: જિલ્લામાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે આશાસ્પદ યુવકોના મોત થયા છે. ડીસાના ભોપાનગર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત નિપજ્યા છે. જોકે આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક ગાયનું પણ મોત થયું છે. સાથે લારીને અડફેટે લેતા લારી દૂર ફંગોળાઈ હતી અને તેમાં રાખેલ માલ સમાન વિખેરાઈ જતા લારી માલિકને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
હિટ એન્ડ રન કેસ: ડીસામાં પીકઅપ ડાલા ચાલકે અડફેટે લેતા બે યુવક અને એક ગાયનું મોત - hit and run case - HIT AND RUN CASE
ડીસાના ભોપાનગર રોડ ઉપર મોડી રાત્રે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવકો અને ગાયનું મોત નીપજ્યું હતું. બે યુવકોના મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને અકસ્માત સર્જનાર પીકઅપ ડાલાના ચાલકને ધરપકડ કરવાની માંગ ઉઠી છે. જાણો સંપૂર્ણ બાબત. hit and run case
Published : Aug 8, 2024, 5:07 PM IST
પરિવારજનોમાં શોક:ડીસામાં પીકઅપ ડાલાના ચાલકે ગફલત રીતે ડ્રાઇવિંગ કરતા આ ઘટના બની હતી. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થતાં પિકઅપ ડાલાનો ચાલક નાસી છૂટ્યો હતો. જે બાદ લોકોએ ઇજાગ્રસ્ત યુવકોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બાદ દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી છે તેમજ અકસ્માત સર્જનાર પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોપાનગર રોડ ઉપર ગફલત રીતે વાહન હંકારતા બે યુવકોના મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને અકસ્માત સર્જનાર પીકઅપ ડાલાના ચાલકને ધરપકડ કરવાની માંગ ઉઠી છે.