ગાંધીનગર:મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, શિકારીઓ શાહુડીનો શિકાર કરીને તેનું માસ આરોગતા હતા. વાયરલ વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત વન વિભાગે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ શિકારીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે 48 વર્ષીય સુરેશજી લાખાજી દેવીપુજક અને 31 વર્ષીય રોહિતકુમાર પ્રતાપજી ઠાકોર જે બંને મગોડી ગામના વાતની છે તેમની અટકાયત કરી હતી. શાહુડી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિત એક હેઠળ વિશે સૌરક્ષણ પ્રાપ્ત થયેલું પ્રાણી છે. તેથી તેનો શિકાર કરવો પ્રતિબંધિત છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ:ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોને શિકાર કરીને તેનું માસ રોગતા કેટલાક શિકારીઓ કરી રહ્યા હોવાને વાન વિભાગને બાતમી મળી હતી. ગેરફાયદેસર શિકાર કરતા શિકારીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી અને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા છે. બે વ્યક્તિઓ દ્વારા શાહુડીનો શિકાર કરીને તેનો માસ ખાતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગએ અધિકારીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.