સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે મૃત બાળકો મળી આવ્યા હતા. જ્યાં ડિંડોલી વિસ્તારની એક 27 વર્ષીય મહિલા સારવાર માટે હેસ્પિટલમાં આવી હતી. જો કે મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ હતી ત્યારે બ્લીડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે. મહિલાની સિવિલ હોસ્પિટલના લેબર વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
બે મૃત નવજાત મળી આવ્યા:સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે મૃત બાળકો મળી આવ્યા હતા. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.કેતન નાયકે જણાવ્યું કે, ડિંડોલી વિસ્તારની એક 27 વર્ષીય મહિલા જેઓની સવારે 7:30 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ આવી હતી. અહીં તે વૉશરૂમમાં ગઈ જ્યાં તેને અચાનક જ ડિલિવરી થઇ ગઈ હતી. આશરે 4 માસના બે બાળકોના ભૃણ મળી આવ્યા હતા.