ગુજરાત

gujarat

ETV Bharat / state

Ukai Dam 2 Children Drowned: ઉકાઈ ડેમના જળાશયમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત, 15 દિવસમાં બીજી ઘટના - ઉકાઈ ડેમમાં 2 બાળકોના મોત

તાપીના નિઝરમાં ઉકાઈ ડેમના જળાશયમાં નાહવા ગયેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે.

Ukai Dam 2 Children Drowned
Ukai Dam 2 Children Drowned

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 7:18 AM IST

Ukai Dam 2 Children Drowned

તાપી: ઉકાઈ ડેમના જળાશયમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે. ઉકાઈ જળાશયમાં ડુબી જનાર બાળકો દેવલપાડા ગામની શાળામાં ધોરણ 7 અને ધોરણ 6 માં અભ્યાસ કરતાં હતા. શાળામાં રજા હોવાથી બન્ને બાળકો ઉકાઇ જળાશયના પાણીમાં નાહવા ગયા હતા, જ્યાંઊંડા પાણીમાં ડૂબી જવાથી બન્ને બાળકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની તપાસ નિઝર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે..

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. હથીલાએ ટેલિફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટનામાં મૃત્યુ પામનારા બાળકોની ઉંમર 11 અને 12 વર્ષ છે. જેઓ બંને બાળકો પોતાની સાયકલ લઈ ઉકાઈ જળાશયમાં નાહવા ગયા હતા. ત્યારે પાણીના ઊંડાણમાં જવાથી તેમનું મોત નિપજ્યું છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ નિઝર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ પણ ઉકાઈ ડેમના જળાશયમાં નાહવા પડેલા માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. ભૂલકાંઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો થયો હતો. ઉકાઈ ડેમનો કેચમેન્ટનો વિસ્તાર તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર કુકરમુંડા સુધી ફેલાયેલો છે અને કેચમેન્ટની આસપાસ લોકો વસવાટ પણ કરે છે.

Gopal italiya: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં માનવ સર્જીત: ગોપાલ ઈટાલિયાના ભાજપ સરકાર પર આરોપ

ABOUT THE AUTHOR

...view details