વધુ 173 કિલો ડ્રગ્સ સાથે 2ની ધરપકડ પોરબંદર:ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે. દરિયામાંથી 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જેની કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે.
કોસ્ટગાર્ડ, ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું:બે દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં, અરબી સમુદ્રમાં 2 ગુનેગારો અને 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ભારતીય માછીમારી બોટને પકડી પાડવામાં આવી હતી. ATS ગુજરાતના ચોક્કસ અને વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, ICG એ વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને એરક્રાફ્ટને સમુદ્રના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા, તેની ખાતરી કરીને કે ICG દ્વારા દરિયાઈ હવાના સંકલિત સર્વેલન્સથી બચી ન જાય. સકારાત્મક રીતે શંકાસ્પદ બોટની ઓળખ કર્યા પછી, તેને ઝડપથી અટકાવવામાં આવી હતી.
173 કિલો ડ્રગ્સ સાથે 2ની ધરપકડ સંડોવાયેલા સભ્યોની વધુ તપાસ ચાલુ:તપાસમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ અને 2 ગુનેગારો સાથેની ફિશિંગ બોટ આશરે દાણચોરીમાં સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. 173 કિલો ડ્રગ્સના જથ્થા સાથે જપ્ત કરાયો છે. સંડોવાયેલા ક્રૂની વધુ તપાસ ચાલુ છે. દરિયામાં ડ્રગસની હેરફેરને રોકવા માટે ICG અને ATS ગુજરાતના સંયુક્ત પ્રયાસોના સંકલન અને સફળતાનો પુરાવો છે.
રાજ્યના ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ રૂ.60 કરોડનું ડ્રગ્સ હશીશ હોવાનો ખુલાસો: સમગ્ર મામલે ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી, ગુજરાતના DGP વિકાસ સહાયે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને સતત બીજા દિવસે જળસીમા પરથી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 173 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. બંને ભારતીય માછીમારો પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી રહ્યા હતા. જપ્ત કરવામાં આવેલ રૂ.60 કરોડનું ડ્રગ્સ હશીશ હોવાનો ખુલાસો પણ થયો છે.
ભારતીય ફિશિંગ બોટ ભાડે કરાઇ: વધુમાં ગુજરાત DGP એ જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો બોટ મારફતે દરિયાઈ માર્ગેથી દ્વારકામાં ઉતરવાનો હતો. દ્વારકાથી સાઉથના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો પ્લાન હતો. મુંબઈ અને બીડના 3 શખ્સ ડગ્સ લાવવાના હતા. જેના માટે ભારતીય ફિશિંગ બોટ ભાડે કરવામાં આવી હતી. ડ્રગ્સ લેવા માટે કૈલાશ, મંગેશ, દત્તા સખારામ જવાના હતા. પાકિસ્તાનના પશની પાસેથી ડિલિવરી લેવાના હતા.
કોસ્ટગાર્ડના 4 દિવસ સુધી દરિયામાં ધામા:
આરોપીઓ પાકિસ્તાનથી 22મી એપ્રિલના રોજ કન્સાઈનમેન્ટ લઈને નીકળ્યા હતા અને 27-28 એપ્રિલ આસપાસ પરત આવવાની માહિતી હતી. માહિતીના આધારે કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું અને ગુજરાતની સરહદથી 120 નોટિકલ માઈલ દૂર બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડના વેસલ ‘સજાગ’ જહાજમાં કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું હતું અને કોસ્ટગાર્ડના અધિકારીઓના 4 દિવસ દરિયામાં જ વિતાવ્યા હતા.
28 એપ્રિલેે પણ ઝડપાયું હતું ડ્રગ્સ:ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયામાંથી ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 લોકો સાથે રૂપિયા 600 કરોડથી વધુની કિંમતનો અંદાજે 90 કિલો હેરોઇન પકડવામાં આવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ATS અને NCBએ સહયોગ કર્યો હતો.
- ગુજરાત તથા રાજસ્થાનમાંથી 230 કરોડથી વધુનું ડ્રગ્સ રો-મટીરિયલ ઝડપાયું, 13 ઝડપાયા - Narcotics Drugs Seized
- પોરબંદરના દરિયાઈ માર્ગેથી શ્રીલંકા લઈ જવાતું 602 કરોડનું ડ્રગ્સ જપ્ત, પાક.ના ડ્રગ્સ માફિયાનો પ્લાન ચોપટ - 90 kg heroin seized from Porbandar