ગુજરાત

gujarat

ETV Bharat / state

TRP ગેમ ઝોન અગ્નિકાંડ: પ્રત્યક્ષદર્શી બાળકે કહ્યું, સ્ટીલની શીટ તોડીને કૂદી ગયો અને બચી ગયો - TRP Game Zone fire incident

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે આ ઘટનાને લઈને રાજ્ય સરકારે વિશેષ તપાસ સમિતિની રચના કરીને છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે બીજી તરફ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની વેદનાઓ સામે આવી રહી છે, જોકે, કેટલાંક લોકો અને બાળકો દુર્ઘટના સમયે આ ગેમ ઝોનમાંથી જેમ તેમ કરીને બહાર નીકળીને મોતને માત આપવામાં સફળ રહ્યાં હતાં. TRP Game Zone fire incident

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 12:14 PM IST

TRP ગેમ ઝોન અગ્નિકાંડ (Etv bharat gujarat)

રાજકોટ: રાજકોટના નાના મવા સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારની સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે. અગ્નિકાંડની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં ઘણા પરિવારોને ઉંડો આઘાત લાગ્યો છે. દક્ષ કુંજડિયા નામના એક પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, તેઓ દુર્ઘટના સમયે ગેમ ઝોનમાં બોલિગ ઝોનમાં રમી રહ્યાં હતાં અને તેમણે અચાનક આગ લાગતી જોઈ, જોકે, સમય સુચકતા જાણીને તેઓ સ્ટીલ એક શીટ તોડીને ત્યાથી જંપ કરીને નીકળવામાં સફળ રહ્યાં.

બીજી તરફ આ ઘટનામાં ગૂમ થયેલા મોનું નામના 17 વર્ષના સગીરની મામીએ એ જણાવ્યું હતું કે, મારી નણંદનો 17 વર્ષનો દિકરો મોનું અહીં 20 થી 25 દિવસ પહેલા કામ કરવા આવ્યો હતો, હજી થોડા દિવસ પહેલાં જ તે ગોરખપુરના દેવરિયાથી આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતાં અમે તેને સતત ફોન કરતા હતા પણ કોઈ જવાબ મળ્યો નહી.

  1. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત, CMએ લીધી દુર્ઘટના સ્થળની મુલકાત, જાણો અત્યાર સુધીમાં શુ થયું - Rajkot TRP Game Zone fire incident
  2. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો, TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરની પોલીસ પૂછપરછ - rajkot game zone fire incident

ABOUT THE AUTHOR

...view details