ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાત્મા મંદિર ખાતે TTF 2024નું આયોજન, રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર - Travel and Tourism Fair 2024 - TRAVEL AND TOURISM FAIR 2024

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેક્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રણ જીવાસીયા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (TTF) 2024 યોજાયો છે. ફેરમા રામોજી ફિલ્મ સીટીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્રણ દિવસમાં 3,000 થી વધુ વિઝીટર રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા હતા. નવ રાજ્યોના પ્રતિનિધિઓ આ ફેરમાં આવ્યા હતા. 500 થી વધુ એક્ઝિબ્યુટર પણ ટોર્ચ એન્ડ ટ્રાવેલર્સ શહેરમાં જોડાયા હતા. તે ઉપરાંત ચાર દેશના પ્રતિનિધિઓએ પણ રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાત લીધી હતી., Travel and Tourism Fair 2024

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 5:47 PM IST

મહાત્મા મંદિર ખાતે TTF 2024નું આયોજન (ETV Bharat Gujarat)

ગાંધીનગર: રામોજી ફિલ્મ સિટી સ્ટોલના એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દશેરાનો તહેવાર આવી રહ્યો છે. ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરમાં દશેરા હોલીડે પેકેજની ખૂબ જ ઇન્કવાયરી આવી છે. રામોજી ફિલ્મ સિટીમાં દશેરા હોલીડે પેકેજમાં લોકોને ખૂબ જ રસ પડ્યો છે. રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરાના ટ્રેડ પાર્ટનરોએ પણ દશેરા હોલીડે પેકેજમાં રસ દાખવ્યો હતો. ટ્રાવેલ એજન્ટો પણ રામોજી ફિલ્મ સીટીની ટુરનું આયોજન કરી રહ્યા છે.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

રામોજી ફિલ્મ સિટીમાં બ્રાન્ડ વેડિંગનું આયોજન: રામોજી ફિલ્મ સિટી ગ્રાન્ડ વેડીંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે. ફિલ્મ સિટીમાં ભવ્ય અને યાદગાર વેડિંગ ઇવેન્ટ થાય છે. મોટા બ્રાન્ડ વેડિંગ માટે પણ રામોજી ફિલ્મ સીટી લોકોની પ્રથમ પસંદગી છે. ત્યારે આ વેડિંગ સિઝન માટે બ્રાન્ડ વેડિંગની પણ સારી ઇન્કવાયરી આવી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના મોટા વેડિંગ ઓર્ગેનાઇઝરો પણ રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા હતા. તેઓ આગામી દિવસોમાં રામોજી ફિલ્મ સિટીમાં મોટા બ્રાન્ડ વેડિંગ પણ આયોજન કરી રહ્યા છે.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

રામોજી ફિલ્મ સિટીમાં ફેમિલી હોલીડે, સ્કૂલ કોલેજ સ્ટડી ટૂર, હોટલ સ્ટે, હનીમૂન પેકેજ, એડવેન્ચર, એગ્રો ટૂર, ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ શૂટિંગ, એક્સપિરિયન્ટલ કોન્ફરન્સ સહિતની અનેક સુવિધાઓ છે. રામોજી ફિલ્મ સિટીમાં લક્ઝરી સીતારા હોટલ, કમ્ફર્ટ તારા હોટલ, બજેટ સ્ટે શાંતિનિકેતન, કોઝી એકોમોડેશન, શેર એકોમોડેશન ફેમિલી ગેટવેની પણ સુવિધા છે.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

રામોજી ફિલ્મ સિટી માટે ટૂરનું આયોજન કરાશે: અંદમાન ટાપુ પરથી આવેલા અજર ખાને જણાવ્યું કે રામોજી ફિલ્મ સિટીના સ્ટોલ પરથી અમને ખૂબ જ રસપ્રદ માહિતી મળી છે. હું મારા પરિવાર સાથે રામોજી ફિલ્મ સીટી ગયો છું. રામોજી ફિલ્મ સિટીમાં અમે ખૂબ જ મનોરંજન કર્યું હતું. જુના જમાનામાં ફિલ્મ કેવી રીતે બનતી હતી. તેની અમને જાણકારી મળી હતી. આખા દિવસના મનોરંજન કાર્યક્રમ પણ મળે છે. ટી.ટી.એફમાં ટૂરિસ્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભારતના એક્સપર્ટ હાજર રહ્યા છે. ટૂર ઓપરેટરોને પોતાની ટૂરનું આયોજન કરવા માટે આ ખૂબ જ સરસ જગ્યા છે. રામોજી ફિલ્મ સિટીનું પેકેજ ખૂબ સારું છે. અમે આગામી દિવસોમાં વધુને વધુ પ્રવાસીઓ રામોજી ફિલ્મ સીટીની મુલાકાત લે તે માટે ટૂરનું આયોજન કરીશું.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

30 વર્ષથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરે જણાવ્યું કે ગાંધીનગર ટી.ટી.એફમાં રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ છે. આ સ્ટોલમાં ખૂબ સારુ પ્રદર્શન આપે છે. ટૂર ઓપરેટરને તમામ પ્રકારનો માર્ગદર્શન આપે છે. ટૂર ઓપરેટર મેહુલ શિરોયાએ જણાવ્યું કે હું છેલ્લા ત્રણ દિવસથી ટી.ટી.એફમાં આવું છું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હું રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યો છું. અમે આગામી દિવસોમાં રામોજી ફિલ્મ સિટીના ટૂરનું આયોજન કરીશું.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

સૌથી મોટી ઇવેન્ટનું આયોજન કરાયું: ભારતના અગ્રણી ટ્રાવેલ શો TTFમાં આ વર્ષે ટ્રાવેલ ઉદ્યોગના વ્યવસાયિકો માટે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 26 દેશો અને ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900થી વધુ પ્રદર્શકો પ્રવાસ પેકેજો અને વ્યવસ્થાપન સેવાઓથી લઇને અદ્યતન મુસાફરી તકનીક સુધીની તેમની નવીનતમ ઓફર રજૂ કરી હતી. ખાસ ટ્રાવેલ ડીલ્સ અને પેકેજો ઉપલબ્ધ છે, વેપારીઓ તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ વિકલ્પો આપે છે. આ વર્ષ 10,000થી વધુ ટ્રાવેલ પ્રોફેશનલ્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સનું સ્વાગત કરતા ગર્વ અનુભવીએ છીએ, જેઓ નવી તકો શોધવા માટે તૈયાર છે.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

અઝરબૈજાન, ઇજિપ્ત, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, જોર્ડન, કેન્યા, મલેશિયા, માલદીવ, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, થાઇલેન્ડ, તૂર્કી, UAE, UK, વિયેતનામ જેવા દેશોની નોંધપાત્ર ભાગીદારી સાથે TTF 2024 અમદાવાદ\ ગાંધીનગર, વિશ્વભરમાં ઉપલબ્ધ વિવિધ પ્રવાસની તકોની ઝકલ આપે છે. આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય વિવિધ રાજ્યોના પ્રવાસન બોર્ડ પ્રદર્શન કરી રહ્યાં છે.

રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર (ETV Bharat Gujarat)

વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પ્રવાસન તકોના જીવંત પ્રદર્શનો પણ દર્શાવવામાં આવ્યા છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા G20 સમિટ, આઝાદી કા અમૃત મહોત્સવ, એક ભારત શ્રેષ્ઠ ભારત, દેખો અપના દેશ અને સ્વદેશ દર્શન, જેવા તેમના પ્રયાસોને પ્રકાશિત અને પ્રદર્શિત કરવા માટે આ શોમાં મુખ્ય હાજરી આપી છે.

  1. સાસણ ખાતે ઉજવાયો વિશ્વ સિંહ દિવસઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ - World Lion Day 2024
  2. હીરા બજાર પર બેરોજગારીનું તોળાતું જોખમ: તહેવાર પહેલા સ્થિતિ ન સુધારી તો કારખાના બંધ થશે? - Bhavnagar diamond market situation

ABOUT THE AUTHOR

...view details