ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhidham Railway: આ કારણે ગાંધીધામ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનો થશે પ્રભાવિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગ કામના કારણે 19 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક રાખવામાં આવ્યો છે, જેને લીધે ગાંધીધામ આવતી અને જતી ટ્રેનો પ્રભાવિત રહેશે.

Gandhidham Railway
Gandhidham Railway

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 10:56 PM IST

અમદાવાદ:પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગ કામના કારણે 19 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક રાખવામાં આવ્યો છે, જેને લીધે ગાંધીધામ આવતી અને જતી ટ્રેનો પ્રભાવિત રહેશે.

ગાંધીધામ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનો થશે પ્રભાવિત

  1. 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ
  2. 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ
  3. 18 અને 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
  4. 19 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
  5. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ
  6. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ
  7. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ
  8. 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ

આંશિક રદ્દ ટ્રેનો

18 માર્ચ 2024 પુણેથી ચાલતી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

20 માર્ચ 2024 ભુજથી ચાલતી ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

19 માર્ચ 2024 ના રોજ નાગરકોઈલથી ચાલનારી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

22 માર્ચ 2024 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

20 અને 21 માર્ચ 2024, ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ સામાખ્યાળી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા સામાખ્યાળી અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

21 અને 22 માર્ચ 2024, ની ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ સામાખ્યાળીથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને સામાખ્યાળી વચ્ચે આંશિક રદ્દ રહેશે.

પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો ( ગાંધીધામ કેબિન-આદિપુરથી ચાલશે ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં)

  • 20 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  • 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ
  • 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22908 ભુજ-દાદર એક્સપ્રેસ
  • 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ

રેગ્યુલેટ થનારી ટ્રેન

21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થતાં સુધી સામાખ્યાળી સ્ટેશન પર રોકાશે.

22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થવાના એક કલાક પછી પ્રસ્થાન કરશે.

રેલવે વિભાગે ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે રેલવેની આધિકારીક વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરવા કહ્યું છે.

  1. Camel conference: મરુસ્થલના વાહન તરીકે ઓળખાતું ઊંટ હવે ઔષધીય ભંડાર તરીકે ઓળખાશે
  2. Kutch Dri seized Areca nut: મુન્દ્રા પોર્ટ પર DRIએ કર્યો મોટી દાણચોરીનો પર્દાફાશ, કરોડોની સોપારીનો જથ્થો કર્યો જપ્ત

ABOUT THE AUTHOR

...view details