જામનગર: સીઝનની પ્રથમ મગફળી હવે માર્કેટિંગ યાર્ડમાં લઈને ખેડૂતો આવી રહ્યા છે. ત્યારે જામનગર પંથકની મગફળી ખુબ જ પ્રખ્યાત છે. જેના લીધે તમિલનાડુના વેપારીઓ 66 નંબરની જામનગરની મગફળી ખરીદવા માટે અહીં આવે છે. તમિલનાડુથી વેપારીઓ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તમિલનાડુના વેપારીઓએ હાપા યાર્ડમાં મગફળી લઈને આવેલા ખેડૂત પાસેથી એક મણના રૂ.2000 ભાવે મગફળી ખરીદી હતી. જેને પગલે સીઝનની પ્રથમ મગફળી લઈને મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરુ:જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરુ થઈ ચૂકી છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સીઝન શરુ થતા જ મગફળીની આવક શરુ થઈ છે. તમિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાની 9 નંબર અને 66 નંબરની મગફળી ખુબ જ જાણીતી છે. આ મગફળીની ગુણવત્તાને કારણે અન્ય રાજ્યમાંથી વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે.
જામનગરના હાપા યાર્ડમાં તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા પહોંચ્યા (Etv Bharat Gujarat) તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા આવે છે: ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આ પાછળનું કારણ તમિલનાડુના વેપારીઓ છે. જેમના માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા માટે આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900થી 1700 રૂપિયા મળી રહ્યા છે. જે ગુજરાતમાં અન્ય કોઈપણ માર્કેટિંગ યાર્ડમાં આટલો ભાવ મળતો નથી. હાલ જામનગરના વેપારીઓ મારફતે તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવાનું શરુ કર્યું છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ મળે છે: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. એક તરફ ચોમાસુ સારું જતાં જ સારું ઉત્પાદન થવાની વેપારીઓ આશા છે. તો બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળશે. તેવી આશા સેવાઈ રહી છે. જામનગરમાં તમિલનાડુથી આવતા વેપારીઓને કારણે સ્થાનિક ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહે છે.
આ પણ વાંચો:
- AMC ફૂડ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકિંગ, રુ. 3,63,000નો ખાદ્ય જથ્થો સીઝ
- મગફળીના વેચાણમાં લેવાતી કડ પદ્ધતિ સંપૂર્ણપણે દૂર: ખેડૂતોના હિતમાં કોડીનાર APMCનો નિર્ણય