નવસારી:રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાનું તાપમાન છેલ્લા અઠવાડિયા થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેને લઈને હિત સ્ટોકની ફરિયાદમાં વધારો થયો છે. જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવસારીમાં પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર વિદ્યાર્થીઓ આ તાપમાનનો ભોગ ન બને તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એ શાળાના બાળકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલા લઈને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો: નવા સમયપત્રક મુજબ નવસારીમાં પ્રાથમિક શાળાઓ, પહેલા સવારે 9 થી બપોરે 1:00 વાગ્યા સુધી કાર્યરત રહેતી હતી, પરંતુ હવે સવારે સાતથી બપોરે 12:00 વાગ્યા સુધી શાળાઓ કાર્યરત રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, બાળકો હિટવેવ નો શિકાર ન બને તે માટે આ ખૂબ આવકાર ભર્યો પગલું ગણાવી આ નિર્ણયને આવકાર્યો છે.
પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું: પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જેને લઈને તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે તેથી શાળાના સમયપત્રક માં ફેરફાર કરવામાં આવ્યો છે બાળકો ગરમીથી બચી શકે તે માટે શાળાનો સમય સવારે સાતથી બપોરે 12:00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
- પોરબંદર ખાતે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલ સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા જોડાયા, સોશિયલ મીડિયામાં અનુભવ શેર કર્યો - World Earth Day