ગુજરાત

gujarat

ETV Bharat / state

1993 મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટનો આરોપી સુરતમાંથી ઝડપાયો, તે સમયના ત્રણ હથિયારો પણ મળ્યા - weapons seized by Surat SOG Police - WEAPONS SEIZED BY SURAT SOG POLICE

વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા છે. સુરત SOG પોલીસે ત્રણ હથિયારો સાથે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરની ધરપકડ કરી છે. weapons seized by Surat SOG Police

રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી
રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 12:13 PM IST

વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા (Etv Bharat gujarat)

સુરત:વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા છે. સુરત SOG પોલીસે ત્રણ હથિયારો સાથે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરની ધરપકડ કરી છે. વર્ષ 1993માં મુંબઈ શેર માર્કેટમાં દાઉદ ઇબ્રાહિમના માણસોએ બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તે વખતે આરોપીના પિતાનું ઘટનામાં મોત નિપજ્યું હતું. આ સાથે મુંબઈમાં કોમી રમખાણો પણ થયા હતા. તે વખતે આરોપી વિરાર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમને કાપડની થેલીમાંથી ત્રણેય હથિયારો મળી આવ્યા હતા. જે રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી

વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા (Etv Bharat gujarat)

આરોપીએ ઘરમાં રિવોલ્વર સંતાડી રાખી હતી:આરોપી વર્ષ 1995માં સુરત રહેવા આવી ગયો હતો અને પોતાના ઘરના સામાનની અંદર ત્રણેય હથિયાર સંતાડી રાખ્યા હતા. જોકે આરોપી સુરતમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. તે ઉપરાંત આરોપીએ અત્યાર સુધી આ હથિયારનો કોઈ પ્રકારનો ઉપયોગ કર્યો નથી. હાલ SOG દ્વારા આરોપીની ઊંડાણપૂર્વકની પુછપરછ કરવામાં આવશે અને જરૂર જણાય તો મુંબઈ પોલીસને જાણ કરવામાં આવશે. વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા છે. સુરત SOG પોલીસે ત્રણ હથિયારો સાથે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરની ધરપકડ કરી છે.

ગુનેહગારોને ડામવા SOGની ટીમ દ્વારા પેટ્રોલિંગ: આ બાબતે સુરત પોલીસના SOG ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, આગામી યોજાનાર રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખીને પ્રજામાં ખોટો રોફ જમાવીને ભયનું વાતાવરણ ઉભુ કરીને અરાજકતા ફેલાવતી ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તે હેતુસર ગત રોજ અમારી SOGની ટીમ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી: પેટ્રોલીંગ દરમિયાન અમારા ટીમના ASI જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને બાતમી મળી હતી કે, લિંબાયત વિસ્તારમાં આવેલ ડુંભાલ પાસે બાલાજી હનુમાન મંદિરની બાજુમાં આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં એક ઘરમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે બંદૂક સંતાડી રાખ્યા છે. જે બાતમીના આધારે અમારી ટીમ દ્વારા તા રેડ કરતા આરોપી મેહુલ ઠક્કરને ઝડપી પડ્યો હતો અને તેમની પાસેથી 3 રીવોલ્વર મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1.50.000 છે. જેથી તે આરોપી વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1993માં દાઉદ ઇબ્રાહિમના માણસોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો: વધુમાં જણાવ્યું કે, આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીએ આ ત્રણે બંદૂક વર્ષ 1993માં મુંબઈ શેર માર્કેટમાં દાઉદ ઇબ્રાહિમના માણસોએ બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તે વખતે આરોપીના પિતાનું ઘટનામાં મોત નિપજ્યું હતું. આ સાથે મુંબઈમાં કોમી રમખાણો પણ થયા હતા. તે વખતે આરોપી વિરાર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમને કાપડની થેલીમાંથી ત્રણેય હથિયારો મળી આવ્યા હતા. જે રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખ્યા હતા.ત્યારબાદ આરોપી વર્ષ 1995 માં સુરત રહેવા આવી ગયો હતો અને પોતાના ઘરના સામાનની અંદર ત્રણેય હથિયાર સંતાડી રખાયા હતા. જોકે આરોપી સુરતમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. તે ઉપરાંત આરોપીએ અત્યાર સુધી આ હથિયારનો કોઈ પ્રકારનો ઉપયોગ કર્યો નથી. હાલ તો એસ.ઓ.જી દ્વારા આરોપીની ઊંડાણપૂર્વકની પુછપરછ કરવામાં આવશે અને જરૂર જણાય તો મુંબઈ પોલીસને જાણ કરવામાં આવશે.

  1. હરણી બોટ દુર્ઘટના કેસ અપડેટ્સઃ ઈન્કવાયરી રિપોર્ટમાં તત્કાલીન મનપા પ્રમુખને બચાવવાનો પ્રયાસ કરાયો-ગુજરાત હાઈકોર્ટ - Harani Boat Accident
  2. પઠાણી ઉઘરાણીનો ત્રાસ, વ્યાજે લીધેલ રકમ જમીન અને મકાન વહેંચી ચૂકવી છતાં વ્યાજખોરોનો ત્રાસ - Public dialogue by Gujarat Police

ABOUT THE AUTHOR

...view details