બનાસકાંઠા: જિલ્લાના વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે એક મહિલાએ આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડા અને વડગામ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે. મહિલાના આક્ષેપો મુજબ વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરે છે. ત્યારે અવારનવાર જીગ્નેશ મેવાણીના માણસો તેમની મનરેગાની સાઈટ ઉપર આવી હેરાન કરતા હોવાના કરતા હોવાના આક્ષેપો કર્યા છે.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તેના માણસો સામે મહિલાએ લેખિત રજૂઆત કરી - Complaint against Jignesh Mevani - COMPLAINT AGAINST JIGNESH MEVANI
બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે એક મહિલાએ આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડા અને વડગામ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય દ્વારા માનસિક ત્રાસ અપાયાનો આરોપ છે.
Published : Aug 4, 2024, 7:52 PM IST
જીગ્નેશ મેવાણી દ્વારા માનસિક ત્રાસ અપાયાનો આરોપ:મહિલાએ વડગામ ધારાસભ્યના પી.એ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી દ્વારા મનરેગા સાઈડ ઉપર આવીને માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો સાથે રજુઆત કરી છે. લેખિતમાં રજૂઆત કરનારા મહિલા અરુણાબેન પરમાર અગાઉ કોંગ્રેસમાં વડગામ એસી મોરચાના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે. મહિલાએ જણાવ્યું કે, કે કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જીગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા હેરાન કરાતી હોવાના આક્ષેપ કરાયા છે.
ધારાસભ્ય અને તેના માણસો સામે કાર્યવાહીની માંગ:આ મહિલાએ જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્યના માણસો સામે વડગામ પોલીસમથક અને જિલ્લા એસપીને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની કરી માંગ કરી છે. આ મહિલાએ એક વીડિયો પણ મીડિયા સમક્ષ રજુ કર્યો છે. જેમાં બે માણસો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિ કહે છે કે, અમે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ત્યાથી આવ્યા છીએ તેવું કહેતો જણાઈ રહ્યો છે. જોકે મહિલાની રજુઆત બાદ આગામી દિવસોમાં આ મામલે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે.