અમદાવાદ: વિદેશોમાં જઈને સ્થાયી થવાનું ઘણા લોકોનું સપનું હોય છે. ખાસ કરીને ગુજરાતીઓમાં વિદેશ જવાનું અલગ જ પ્રકારની ઘેલછા જોવા મળે છે. ઘણા લોકો કાયદેસર તો ઘણા ગેરકાયદેસર રીતે વિદેશમાં જતા હોય છે. જોકે આ વિદેશ ઘેલછા ઘણી વાર મોંઘી પણ પડતી હોય છે અને જેલ જવાનો પણ વારો આવતો હોય છે. આવો કે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં SOG ક્રાઈમ પોલીસે છેલ્લા 23 વર્ષથી અમેરિકામાં જ રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આને હવે જેલ જવાનો વારો આવ્યો છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની લાલચ આ ગુજરાતીને ભારે પડી, જેલ જવાનો વારો આવ્યો - Green card in USA case - GREEN CARD IN USA CASE
વિદેશોમાં જઈને સ્થાયી થવાનું ઘણા લોકોનું સપનું હોય છે. ખાસ કરીને ગુજરાતોમાં વિદેશ જવાનું અલગ જ પ્રકારની ઘેલછા જોવા મળે છે. ઘણા લોકો કાયદેસર તો ઘણા ગેરકાયદેસર રીતે વિદેશમાં જતા હોય છે. જો કે આ વિદેશ ઘેલછા ઘણી વાર મોંઘી પણ પડતી હોય છે અને જેલ જવાનો પણ વારો આવતો હોય છે. આવો કે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. - Ahmedabad Police Green card in USA case
Published : Sep 16, 2024, 8:46 PM IST
બનાવની વિગતો જોઈએ તો, SOG ક્રાઈમ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી અલ્પેશ પટેલને બોગસ પાસપોર્ટ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ સવારે દુબઈથી અમદાવાદની ફ્લાઇટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ત્યારે ઇમિગ્રેશન વિભાગે પોતાની સિસ્ટમમાં પાસપોર્ટ નંબર W0162516 નાખીને ચેક કરતા આ પાસપોર્ટ મોહંમદ સરુર નામના વ્યક્તિના નામે હતો. જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જ્યારે અલ્પેશ પટેલના નામનો આ પાસપોર્ટ નકલી છે. મુસ્લિમ યુવકનો પાસપોર્ટ ગુમ હતો. જેથી ઇમિગ્રેશન વિભાગે નકલી પાસપોર્ટ કેસમાં આરોપી અલ્પેશ પટેલ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.