સુરત: માંગરોળના તરસાડી નગરપાલિકામાં 103 સફાઈ કામદારોના સુપર વાઈઝર હેમંત ચૌહાણે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પાલિકાના સત્તાધીશો દોડતા થઈ ગયાં હતાં. થોડા દિવસ અગાઉ હેમંતભાઈ અને સફાઈ કામદારો પાલિકા કચેરી કાયમી કરે તેવી માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા.
તરસાડી પાલિકાના સફાઈ કામદારે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો શું હતો સમગ્ર મામલો? - sweeper of Tarsadi Nagar Palika - SWEEPER OF TARSADI NAGAR PALIKA
માંગરોળના તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે રજૂઆત કરવા ગયેલા કામદાર પર ઉશ્કેરાઈને જાતિ વિષયક ગાળો આપી હતી. જે મામલે કોસંબા પોલીસે પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ ચકચાર મચી ગઇ હતી., police complaint against executive chairman of municipality
![તરસાડી પાલિકાના સફાઈ કામદારે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો શું હતો સમગ્ર મામલો? - sweeper of Tarsadi Nagar Palika સફાઈ કામદારે પાલિકાના કારોબારી અધ્યક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-07-2024/1200-675-21882333-thumbnail-16x9-jpg.jpg)
Published : Jul 6, 2024, 12:47 PM IST
ત્યારબાદ પાલિકાએ 42 કામદારોને કાયમી અને 61 કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું નક્કી કર્યું હતું. જોકે તમામ કામદારોને કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવા હેમંત ભાઈ સહિતના કામદારો પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી પાસે પહોંચ્યા હતા. જોકે પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણીએ હેમંત ભાઈને જાતિ વિષયક ગાળો બોલી ધમકી આપી હતી અને આ મામલે હેમંતભાઈ કોસંબા પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કોસંબા પોલીસે હાલ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.