સોનગઢની કોર્ટમાં અરજદારની તરફેણમાં ચુકાદો (Etv Bharat Gujarat) તાપી:અનુસુચિત જનજાતિના વ્યક્તિને ધર્મની કોલમ લાગુ પડતુ નથી. જે અંગેની અરજી અરજદારે તાપી જિલ્લાની સોનગઢ ખાતે આવેલ નામદાર કોર્ટમાં કરી હતી. જેને ગ્રાહ્ય રાખી અરજદારની તરફેણમાં ચુકાદો નામદાર સોનગઢ કોર્ટ દ્વારા આપવામાં આવતા જે અંગેની વિગતે માહિતી આપવાને માટે અરજદારે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું.
સોનગઢની કોર્ટમાં અરજદારની તરફેણમાં ચુકાદો (Etv Bharat Gujarat) અરજદારે સોનગઢ કોર્ટમાં અરજી કરી: તાપી જિલ્લાના રહેવાસી દિપક ગામીતે સોનગઢ કોર્ટના જાતિના દાખલામાં સુધારા અંગે અરજ કરી હતી, જેને સોનગઢ કોર્ટ એ ગ્રાહ્ય રાખીને અનુસુચિત જનજાતિના વ્યક્તિને ધર્મની કોલમ લાગુ પડતી નથી, જેથી અરજદારની LCમાં ધર્મ અને જાતિની કોલમમાં 'હિન્દુ ગામિત' એમ લખવામાં આવ્યું છે, તે બાબતનો જરૂરી સુધારો કરીને ફક્ત અનુસુચિત જનજાતિ ગામીત લખવામાં આવે તેમજ LCમાં જરૂરી સુધારો કરી આપવા સબંધિત શાળાને હુકમ કર્યો છે.
સોનગઢની કોર્ટમાં અરજદારની તરફેણમાં ચુકાદો (Etv Bharat Gujarat) કોર્ટમાં પુરાવા તરીકે જાતિનો દાખલો રજૂ:આ મુદ્દે એક પત્રકાર પરિષદ અરજદાર દ્વારા રાખવામાં આવી હતી.અરજદાર દિપક ગામીત દ્વારા કોર્ટમાં પુરાવા તરીકે જાતિનો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો. 1950નું રેસિડેંશિયલ ઓર્ડર મુજબ જાતિના દાખલામાં અનુસુચિત જનજાતિનો દાખલો આપવામાં આવે છે. તે મુખ્ય પુરાવા તરીકે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અરજદાર દિપક ગામીતે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં મારું જે શાળા છોડ્યાનું જે પ્રમાણ પત્ર છે. એની જે કોલમમાં નંબર 2 છે, જેમાં જાતિની પેતજ્ઞાતિમાં 'હિન્દુ ગામીત' એ રીતે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે.
ધર્મને જાતિ સાથે જોડવા બદલ અરજી:જાતિની પેટાજ્ઞાતિમાં 'હિન્દુ ગામિત' શબ્દનો ઉલ્લેખ કરવાથી નારાજ થઇને સોનગઢ તાલુકાની સિવિલ કોર્ટમાં મે સંપર્ક કર્યો હતો અને આ વાતની દાદ માંગી છે કે, હું અનુસુચિત જનજાતિનો વ્યક્તિ છું. મારા ધર્મ અને જાતિની કોલમમાં ' હિન્દુ ગામિત' લખવામાં આવ્યું છે. જે ધર્મને મારી જ્ઞાતિ સાથે જોડે છે. જેને બદલવા માટે કોર્ટમાં મુખ્ય પુરાવા તરીકે જાતિનો દાખલો રજૂ કર્યો છે. કારણ કે, ઇ.સ. 1950ના રેસિડેંશિયલ ઓર્ડર મુજબ મને જે જાતિનો દાખલો આપવામાં આવ્યો છે. તે અનુસુચિત જનજાતિનો છે. તેના જે કઇ પણ માપદંડ છે તે પ્રમાણે મારી જ્ઞાતિ 'હિન્દુ ગામીત' છે. જે ST કેટેગરીમાં આવે છે અને મારી પાસે જે અસલ પુરાવા છે તેને મેં કોર્ટમાં રજૂ કર્યા છે તેને ધ્યાને લઇને નામદાર કોર્ટના જજે આ પ્રકારનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો:
- બનાસકાંઠામાં કુદરતી હાજતે ગયેલ યુવક પર રીંછનો હુમલો, યુવક સારવાર અર્થે - bear attacked a youth
- સરકારે પૂરપીડિતોની મજાક કરી છે, 2500 રૂપિયાની સહાયમાં શું થાય: શક્તિસિંહ ગોહિલ - shaktisinh gohil visited jamnagar