કચ્છી મેવો તરીકે ઓળખાતી અને GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે. (ETV BHARAT Gujarat) કચ્છ: કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ મોટા પાયે એક્સપોર્ટ થાય છે અને ખેડૂતોને સારી એવી આવક પણ થાય છે. જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ, આ ખારેક કે જેનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો તે હવે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશમાં એક્સપોર્ટ થઈ શકશે નહીં. જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેંચવો પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ આ ખારેકની નિકાસ થતી હોય છે. પરંતુ આ ખારેકનો સૌથી વધુ માલ બાંગ્લાદેશમાં નિકાસ થતો હતો.
કચ્છી મેવો તરીકે ઓળખાતી અને GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે (ETV BHARAT Gujarat) 800થી 900 ટન નિકાસ: ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કચ્છના 6000 જેટલા ખેડૂતો 20,000 જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે. કચ્છમાં અંદાજિત 20 લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 1.75 થી 1.80 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. જે પૈકી 800થી 900 ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે. જેમાં 600 ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે. જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે.
કચ્છી મેવો તરીકે ઓળખાતી અને GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે (ETV BHARAT Gujarat) બાંગ્લાદેશમાં સૌથી વધુ નિકાસ થતી: કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો કે, જે દર વર્ષે 600 ટન જેટલો કચ્છી ખારેકનો માલ ઇમ્પોર્ટ કરતો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટી થકી ત્યાંની સરકાર પણ આવક મેળવતી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ભારતમાંથી સૌથી વધુ ફળોનું પ્રમાણ એકસપોર્ટ થતું હોય છે, ત્યારે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના વિવિધ જિલ્લાના વેપારીઓ માલ ખરીદી 600 ટન જેટલો માલ કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા.
ચ્છી દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. (ETV BHARAT Gujarat) આ વર્ષે બાંગ્લાદેશમાં કચ્છી ખારેક નહીં પહોંચે:બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો 15 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી જે વધીને 75 જેટલી કરવામાં આવી છે. એટલે કે, સીધી 5 ગણી ડ્યુટી વધારતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે. ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ બીપરજોય વાવાઝોડાના કારણે કચ્છી ખારેકના ઝાડો પડી ગયા હતા તેમજ અનેક ઝાડના મૂળિયાં પણ હલી ગયા હતા.જેથી કરીને કચ્છના મુન્દ્રા તાલુકાના ખેડૂતોની વાડીમાં આ વર્ષે ગત વર્ષ કરતા થોડું ઓછું ઉત્પાદન થયું છે.
ખારેકની કિંમત તેના સ્વાદ મુજબ: છેલ્લાં 25 વર્ષથી ખારેકનું પાક મેળવતા ખેડૂત પ્રવીણ દબાસિયાએ જણાવ્યું હતું કે, કચ્છની દેશી ખારેકનું છેલ્લા 25 વર્ષથી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, આ વર્ષે તેની વાડીમાં 450થી 500 ટન ઉત્પાદન થયું છે અને જો વરસાદ નહીં આવે તો ઉત્પાદન સારું રહેશે. અત્યારે ખારેકના માલની માંગ ખૂબ જ છે અને જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી બજારમાં સારી માંગ રહેશે. હાલમાં દેશી ખારેકની કિંમત તેના સ્વાદ મુજબ 20થી 100 રૂપિયા જેટલી મળી રહી છે.
ની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં GI ટેગ મળ્યું છે. (ETV BHARAT Gujarat) GI ટેગ વાપરવા પ્રોસેસ બાકી: કચ્છી ખારેકની વિશેષતા એ છે કે, આ ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે. કચ્છી ખારેકને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ, હજી સુધી GI ટેગના ઉપયોગ સાથે ખારેક વેંચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની પણ બાકી છે. કયા ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા હજી બાકી છે.
ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર: કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં GI ટેગ મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે, તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. કચ્છી દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી પણ રાહત મળે છે.
ભારત સરકાર બાંગ્લાદેશ સરકારને રજૂઆત કરે: કચ્છમાં કચ્છી ખારેકની ખેતી કરતા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, "કચ્છી મેવો તરીકે ખારેક ઓળખાય છે. આ ખારેકમાં કઈક તો એવું હશે કે જેના કારણે તેને GI ટેગ મળ્યું છે. ત્યારે ગુજરાત તેમજ દેશના તમામ લોકોએ કચ્છી ખારેકનો સ્વાદ માણવો જોઈએ.ખારેકના પાકથી કચ્છના ખેડૂતોની આવકમાં વધારો થાય તેના માટે દર વર્ષે તેને બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. પણ આ વખતે ફરી બાંગ્લાદેશ સરકારે ડ્યુટી વધારી નાખી છે. ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને ડ્યુટી ઘટાડવા રજૂઆત કરે તો ખેડૂતોને સારી આવક ઊભી થાય તેમ છે. દર વર્ષ કરતા આ વર્ષે ખારેકનું ઉત્પાદન ઓછું છે કારણ કે ગત વર્ષે આવેલા વાવાઝોડામાં નુકસાની ગઈ છે.
- ઠંડા-ઠંડા કૂલ-કૂલ : કાળઝાળ ગરમી વચ્ચે કૂલરની મજા માણતા કાંકરિયા ઝૂના પ્રાણી-પક્ષીઓ, હિપ્પોએ હોજમાં માણી મોજ - Red Alert Ahmedabad
- આજે "વિશ્વ પર્યાવરણ દિન" નિમિતે કચ્છમાં આવેલ વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વનની લો વર્ચ્યુઅલ મુલાકાત - World largest Miyawaki Forest