ગુજરાત

gujarat

ETV Bharat / state

પતિ પર લાગ્યો પત્નીના પ્રેમીની હત્યાનો આરોપ, પોલીસે આરોપી અને પત્ની કરી ધરપકડ - murder in valsad - MURDER IN VALSAD

વલસાડ જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાના ભેદને પોલીસે ઉકેેલી નાખ્યો છે. પોલીસે આરોપી અને તેની પત્નીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. murder in valsad

વલસાડ જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાના ભેદને પોલીસે ઉકેેલી નાખ્યો
વલસાડ જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાના ભેદને પોલીસે ઉકેેલી નાખ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 7:31 PM IST

Updated : Sep 15, 2024, 8:23 PM IST

વલસાડ જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાના ભેદને પોલીસે ઉકેેલી નાખ્યો (Etv Bharat Gujarat)

વલસાડ: જિલ્લાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં થયેલી હત્યાનો ભેદ વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. જેમાં આરોપીએ મૃતક પર હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પત્નીના પ્રેમીની કરપીણ હત્યાનો આરોપ : મળતી માહિતી મુજબ પતિને પત્નીના બીજા અન્ય પુરુષ સાથે પ્રણય સંબંધ હોવાની જાણ થઇ હતી અને પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇ લેતા પતિએ પ્રેમીને હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી પતિ પત્નીને લઇને ફરાર થઇ ગયો હતો. પ્રેમી કામ અપાવવાને બહાને મહિલા અને તેના પતિને વલસાડ બોલાવીને જલારામ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં કામ અપાવીને પ્રેમી મહિલા સાથે પ્રેમ વધુ ગાઢ બનાવવા માગતો હતો.

પોલીસે આરોપી અને પત્નીને ઝડપી લીધા: પતિએ ઉશ્કેરાઇ જઇને પ્રેમી પપ્પુ પાસવાનનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપીએ પ્રેમીના માથા અને ચહેરા પર ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતા આરોપી પતિ પોતાની પત્ની સાથે તેના વતન ભાગી ગયો હતો. જોતે પોલીસે આરોપી અને તેની પત્નીને જલગાંવ નજીકથી ઝડપી લીધા હતા. આમ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી દીધો હતો.

આ પણ વાંચો:

  1. સુરતમાં રસ્તાઓના ખાડાની સમસ્યાને પગલે આપ દ્વારા અનોખો વિરોધ, આ રીતે કર્યુ પ્રદર્શન - unique protest by AAP
  2. અંબાજીમાં દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે અલાયદી વ્યવસ્થા, દિવ્યાંગ દર્શનાર્થીઓ થયાં ભાવવિભોર - Wheelchairs for devotees in Ambaji
Last Updated : Sep 15, 2024, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details