રાજકોટ: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે. શહેરના કુવાડવા રોડ પર પેટ્રોલીંગ કરી રહેલી PCB શાખાએ બાતમીના આધારે કુવાડવા રોડ ડી-માર્ટની સામેથી એક રાજસ્થાન પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન નીકળતા તેમની તલાશી લેતા સૌ પ્રથમ સ્ટાફને કાંઇ મળ્યું નહતું. પરંતુ સ્ટાફને વાહનમાં રહેલા પતરાના ટીપણાની અંદર ટીપણું અને તેની અંદરથી દારૂના બોક્સ મળી આવ્યા હતા.
પોલીસે દારુનો જથ્થો કબ્જે કર્યો: દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી અને 720 જેટલી દારુની બોટલો કબ્જે કરી 2 શખ્સને ઝડપી પાડયા હતા. જેમાં PCB શાખાના પી.આઇ. એમ.આર. ગોંડલીયાની જણાવ્યા મુજબ એમ.જે.હુણ, પી.બી. ત્રાજીયા, કરણ મારુ, વિજય મેતા અને યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે કુવાડવા ડી-માર્ટની સામેથી એક રાજસ્થાની પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન રોક્યું હતું. બોલેરો પીકઅપ વાનમાં બેઠેલા બન્ને શખ્સોની પૂછપરછ કરતા રાજેશચંદ્ર અંબાલાલ સાલવી અને ભવરલાલ જગદીશલાલ લોહાર હોવાનું જણાવ્યું હતું.