વલસાડ: વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી ગણાતા ધરમપુર તાલુકામાં ઊંડાણના અને બોર્ડર વીલેજના ગામોમાં દારૂ તમાકુ, ગાંજા સહિત બાળલગ્ન, સહિતના કેટલાક કુરિવાજો વર્તમાન સમયમાં ઘર કરી ગયા છે. જેને દૂર કરી સમાજને સુદ્રઢ કરવાના હેતુ સાથે 30 ગામના અગ્રણીઓ ઉલસપીંડી ગામે એકત્ર થઇ વિવિધ દુષણો દૂર કરવાનું નક્કી કરાયું સમાજ સુધારણા સમિતિની કરાઈ રચના કરાઈ છે.
લોકો વ્યસન મુક્તિ સહિત દુષણો સામે થયા જાગૃત (Etv Bharat Gujarat) દારૂ ગાંજો ચરસ જેવા દુષણો યુવા ધનને બરબાદ કરી રહ્યા છે
આદિવાસી સમાજમાં ધરમપુરના બોર્ડર વીલેજનાં ગામોમાં દારૂ, જુગાર, ગાંજો, તમાકુ, સિગારેટ જેવા વ્યસનો માઝા મૂકી છે. કોલેજ જનારા મોટાભાગના યુવા વર્ગ દુકાનોમાંથી સિગારેટ તમાકુ પડીકીઓ લઈ એકત્ર થઇને વ્યસન કરી રહ્યા છે. આમ આદિવાસી વિસ્તારની ભાવિ પેઢી વ્યસની બની રહી છે જે ખૂબ ચિંતાનો વિષય છે. જેને દૂર કરવા સમાજ સુધારણા બેઠક મળી હતી.
લોકો વ્યસન મુક્તિ સહિત દુષણો સામે થયા જાગૃત (Etv Bharat Gujarat) બાળલગ્ન પ્રથા દૂર કરવા પર વધુ ભાર મુકાયો
ધરમપુરના પૂર્વ પટ્ટીના બોર્ડર વિલેજના 30 ગામોમાં આજે પણ નાની વયની દીકરીને લગ્ન કરાવતા હોય છે ત્યારે સમાજ સુધારણા બેઠકમાં આજે ગામના અગ્રણીઓએ નક્કી કર્યું કે સરકારી કાયદા મુજબ યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી જોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ બાળલગ્ન કરતા ઝડપાઈ જસે તો તેમની સામે કાર્યવાહી કરાશે.
લગ્ન પ્રસંગોમાં ઠંડા પીણા, ડીજે સહિતના ખોટા ખર્ચ દૂર કરવા
સામાન્ય રીતે આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ખૂબ મહત્વ ધરાવે છે. એમાં પણ મોટાભાગે લગ્ન પ્રસંગમાં ડીજેના ઘોંઘાટ વચ્ચે આખી રાત ડીજે વગાડવામાં આવે છે જેનો પણ નિયત સમય નક્કી કરાયો બને ત્યાં સુધી ડીજે ન લાવી પરંપરાગત આદિવાસી વાદ્યોનો ઉપયોગ કરાય તેના ઉપર ભાર મુકાયો આ સાથે લગ્ન પ્રસંગમાં એક ટેમ્પો ભરીને લાવવામાં આવતા ઠંડા પીણા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ લગ્ન પ્રસંગે ચાંદલા વિધિ દિવસ દરમિયાન યોજાઇ તે અંગે પણ સમય નક્કી કરવામાં આવ્યો
લોકો વ્યસન મુક્તિ સહિત દુષણો સામે થયા જાગૃત (Etv Bharat Gujarat) આદિવાસી વિસ્તારમાં આવેલા પર્યટન સ્થળ ઉપર કોઈ કચરો ન ફેંકે એનું ધ્યાન રાખે
આદિવાસી એ પ્રકૃતિપુજક છે જેથી તેઓ પ્રકૃતિની સાથે રહે છે અને પર્યાવરણ બચાવો એનો ધર્મ છે. જેથી જ આ સમાજ સુધારણા બેઠકમાં આદિવાસી વિસ્તારમાં આવેલા પર્યટન સ્થળો પર બહારથી આવતા અનેક પ્રવાસીઓ જે પ્લાસ્ટિકની થેલી સહિત પ્લાસ્ટિકની બોટલો જેવી અનેક ચીજ વસ્તુઓ ગમે ત્યાં ફેંકીને જતા રહે છે અને કચરો કરે છે. આવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે માટેની ચર્ચાઓ થઈ સાથે જ ડુંગર વિસ્તારમાં અગાઉ જે વૃક્ષો હતા તે તમામ કાપી નાખવામાં આવ્યા છે, જે ચિંતાજનક છે. દરેક લોકોએ પર્યાવરણ બચાવવા માટે પોતાના ઘરની આસપાસમાં વૃક્ષોનું વાવેતર કરવા હાકલ કરવામાં આવી હતી.
પૂર્વ પટ્ટીના અનેક ગામોના અગ્રણી લોકો ભેગા થયા
ધરમપુર વિલ્સન હિલ ઉપલપાડા વિભાગ સમાજ સુધારણા અને જનજાગૃતિના સંકલ્પ અર્થે પીપરોળથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી વિલ્સન હિલ વિસ્તારના પંગારબારી, વાઘવળ, ઉપલપાડા, ઉલપીંડી, સામરસીંગી, સાદડવેરા, ગુંદીયા, ચવરા, રાનવેરી, કાસટબારી, પીરમાળ, તીળાદપાડા, શીશવીપાડા, બાબળીપાડા, કોઠાઇદરી, ઉમરપાડા, ખડકી, મધુરી, ખપાટીયા સાતવાંકલ, તુતરખેડ, ભવઠાણજંગલ, ચીખલપાડા, ચપાડા, પૈખેડ મુળગામ, મોટી કોસબાડી, નાની કોસબાડી, અવલખંડી, શીંગારમાળ ખોબા, ભૂતરૂણ, આંબોસી ખોરી ફળિયા સુધીના મર્યાદિત આગેવાનો તથા સરપંચો, તાલુકા પંચાયત સભ્ય, જિ. પં. સભ્ય મળ્યા અને આ એક કુરિવાજો વ્યસનમુકિત તેમજ રીતભાત અસલ સંસ્કૃતિ આદિવાસીનાં જાળવવા અને સુધારવા માટેની બેઠક સર્વાનુમતે કરવામાં આવી હતી.
મોડી રાત સુધી બેસી પબજી રમતા યુવાનો ઉપર પણ અંકુશ લાવવા ચર્ચા
વિવિધ ગામોમાં મોડી રાત સુધી ગામોના કેટલાક ખૂણે ખાચરે બેસી મોબાઈલ ફોન ઉપર PUBG રમતા યુવાનો ઉપર પણ અંકુશ લાવવા વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. અગ્રણીઓનું કહેવું હતું કે, મોડી રાત સુધી મોબાઇલમાં ગેમ રમતા યુવાનો માનસિક રીતે અગ્રેસીવ થઈ જાય છે. જેને લઇને તેમનો સ્વભાવ ચીડિયો બને છે અને આંખોને પણ નુકસાન થાય છે. આવા યુવાધનને રોકવા માટે વિશેષ ચર્ચાઓ કરી નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.
તમામ નિયમો નક્કી થયા બાદ દરેક ગામોમાં ઠરાવ થશે
સમાજ સુધારણાની મળેલી આ બેઠકમાં કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ અંગેની ચર્ચા બાદ તમામ અગ્રણીઓએ નક્કી કરવામાં આવ્યું કે, આ નિયમો પણ મહદંશે ફેરફાર કર્યા બાદ વિવિધ ગામોની ગ્રામ પંચાયતોમાં સર્વાનો મતે ઠરાવ કરવામાં આવશે અને તે બાદ આ નિયમો દરેક ગામોમાં લાગુ કરવામાં આવશે એટલે કે મોટાભાગના ગામો વ્યસન મુક્તિ તરફ પ્રેરાશે.
આમ ધરમપુરના પૂર્વ પટ્ટીના ગામોમાં આદિવાસી સમાજ ભવિષ્યની પેઢી સુધી શિક્ષિત થાય અને વ્યસનની અધોગતિમાંના જાય એવા હેતુ સાથે વિશેષ સુધારણા બેઠક મળી હતી અને મહત્વના મુદ્દે ચર્ચાઓ કરી સમાજ સુધારણા કમિટી બનાવી તમામ નિયમોનો દરેક ગામોમાં કડકાઈ પૂર્વક અમલ કરાશે.
- ઠગબાજોએ હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટથી સોનાનો સોદો - Fake notes caught
- નવરાત્રી પહેલા ભક્તિ પણ મોંઘી થઈઃ ચૂંદડી, હાર, ધૂપ, ગુગળ સહિતના ભાવ વધ્યા, જાણો નવી વેરાઈટીઝના ભાવ - Navratri price hike 2024