સુરત: શહેર હાલ સતત રોગચાળા એ માથું ઉચક્યું છે. જેને લઇને લોકો ચિંતિત બન્યા છે. ત્યારે તાવના કારણે વધુ 1 મોતની ઘટના સામે આવી છે. તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આ બાળકને તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી. જેને લઇને તેઓને તુરત ખાનગી અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સુરતમાં 4 વર્ષના બાળકને તાવ આવતા મોત થયું (Etv Bharat gujarat) 4 વર્ષના બાળકનું મોત:સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષના સંતાન રુદ્રને 2-3 દિવસથી તાવ આવતો હતો જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવારજનો દીકરાને સારવાર અર્થે પહેલા સુરતની ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ બાળકને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
બાળકને લોહીની ઉલ્ટી થઇ હતી: બાળકના પિતા સંદીપભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મારા દીકરાનું નામ રુદ્ર હતું. તે 4 વર્ષનો હતો. પહેલા તેને પ્રાઇવેટ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાંથી એમ કહ્યું કે, સિવિલ હોસ્પિટલ લઇ જાવ, 2 દિવસથી તેને તાવ આવતો હતો. તેને સવારમાં લોહીની 2 ઉલટી થઇ હતી. જેથી અમે તેને પ્રાઇવેટ હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા અને બાદમાં ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. અહી મારા દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો છે. મારા દીકરાને પહેલા કોઈ બીમારી નહોતી. બસ આ 2 દિવસથી તાવ જ આવતો હતો.
આ પણ જાણો:
- મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની પ્રથમ ટ્રાયલ- જુઓ Video - Ahmedabad to Gandhinagar Metro
- ભાવનગરમાં રોજનો આટલો ટન નીકળે છે કચરો, રોજનો કરોડોમાં મહાનગરપાલિકા કરે છે ખર્ચ - Waste disposal in Bhavnagar