ગુજરાત

gujarat

પાણીના વહેણમાં તણાયા બે મૃતકો, સરકારે કરી રૂ. 4 લાખની સહાય - government has given Rs 4 lakhs

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 7:31 PM IST

પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે મૃતકોના પરિવારને રૂ.4 લાખના ચેક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા., government has given Rs. 4 lakhs

સરકારે કરી રૂ. 4 લાખની સહાય
સરકારે કરી રૂ. 4 લાખની સહાય (Etv Bharat Gujarat)

સુરત: માંડવી તાલુકાના બે હતભાગી મૃતકો એક સ્વ.પરેશભાઈ માધુભાઈ ચૌધરી (ઉ.વ.42, રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી) તથા બીજો વ્યક્તિ સ્વ.અજીતભાઈ વનસીભાઈ ચૌધરી (ઉ.વ.52, રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી) કે જેઓ હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઉપરોક્ત મૃતકોના વારસદાર અનુક્રમે નયનાબેન ચૌધરી અને રેવનીબેન ચૌધરીને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય માટે આદિજાતિ મંત્રીએ કરેલી રજૂઆતને પગલે ઝડપભેર મૃતક દીઠ ચાર લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ હતી. જે તેમની આજ રોજ આપવામાં આવી છે.

  1. વાંકાનેર બાયપાસનો 24 વર્ષ જૂનો પુલ બેસી ગયો, તંત્ર દ્વારા અવરજવર બંધ કરવામાં આવી - Bridge over Machhu river closed
  2. પોરબંદરમાં વરસાદના લીધે ગંદકીનું સામ્રાજ્ય, કોંગ્રેસ ડેલીગેશને વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત - Congress delegation visit Porbandar

ABOUT THE AUTHOR

...view details